હશે…

 

આજની સવાર કંઈક જુદી ખુલી. વર્ષો જૂના કાગળિયાં હાથ લાગ્યાં. ફીંદવાનું મન થયું. ૩૪ વર્ષ પહેલાં ભારતમાં છોડેલાં સ્વજનો અને મિત્રોની મોંઘી મિરાત હતી એ. સાચવીને રાખેલાં, મિત્રોના જૂનાં પત્રો વાંચતી ગઈ,વાંચતી ગઈ ને પછી તો વાંચતી જ રહી. વિદેશની ધરતીની શરુઆતની અવનવી વાતો, મથામણો,મૂંઝવણો અંગે ની મારી અનોભૂતિઓના મળેલાં પ્રતિપત્રો…કેટકેટલું ભર્યું હતું એમાં કે જેણે આજે પણ હ્રદયને હલાવી, વલોવીને ઉલેચી નાંખ્યું ! મન-મસ્તિષ્ક પર જબરદસ્ત રીતે ચોંટી ગયેલી સ્મરણીય યાદો આંગળીઓ પર વળગીને શબ્દ બની ઠલવાતી ચાલી..

આ આંગળીના ટેરવેથી કેટલું યે સર્યું હશે.
હૈયાં તણાં આ હોજમાંથી કેટલું યે ઝર્યું હશે.

 

આ શ્યામરંગી વાદળાં રોયાં વલોવાયાં હશે
ને તે પછી આકાશનું નેવું બહુ નિતર્યું હશે.

 

ઊંચા પ્રચંડ મોજાં ઘણાં ઊછળી બધે ઘેરી વળે
સંવેદનાના સાગરે તો કેટલું યે ભર્યું હશે?

 

છો ને સમયના પડ બધાં જામી જતાં ઘટ્ટ થડ થઈ
પણ પાંદડી વચ્ચે કહું? ચોક્કસ કશું ફરફર્યું હશે.

 

હાર્મોનિયમના સાજ પર યાદોની સારેગમનીસા
સાચે કશું અદ્‍ભૂત એ સંગીત થઈ અવતર્યું હશે.

Advertisements

10 thoughts on “હશે…

 1. Wah…Superb. તમારી કવિતા વાંચતા વાંચતા મારું ધ્યાન તમારા ફોટાઓ પર ગયું .ખુબ ગમ્યા .Autograph મળશે?

  Like

 2. છોને સમયના પડ બધાં જામી જતાં ઘટ્ટ થડ થઇ
  પણ પાંદડી વચ્ચે કહું ? ચોક્કસ કશું ફરફર્યું હશે.
  સુંદર ગઝલ

  Like

 3. સરસ
  દેવી સરસ્વતી અને નારદ વીણાવાદનમાં, શ્રી ગણેશ મૃદંગવાદનમાં, શ્રીકૃષ્ણ બંસીવાદનમાં, ભગવાન શંકર તાંડવનૃત્યમાં અને પાર્વતી લાસ્યનૃત્યમાં પ્રવીણ હતાં. વળી, કથાઓ પ્રમાણે ઈન્દ્રરાજાના દરબારમાં કિન્નરો અને ગાંધર્વો ગાયનવાદન કરતા અને અપ્સરાઓ નૃત્ય કરતી. એટલે સંગીત એ દેવીની કલા છે એમ કહેવાય છે તે બરાબર છે.
  હાર્મોનિયમના સાજ પર યાદોની સારેગમનીસા
  સાચે કશું અદ્‍ભૂત એ સંગીત થઈ અવતર્યું હશે.
  તેમા પ અને ધ કેમ નથી ?
  ભોપાલી ગાવો હોય તો મ ની ન હોય !

  Like

 4. સુંદર અભિવ્યક્તિ વાળી રચના… કાફિયા અને રદીફ બરાબર હોવા છતાં છંદ ની બાબતમાં થોડી ગરબડ વર્તાય છે ખાસ કરીને મત્લા અને દરેક શે’રના સાની મિસરામાં

  Like

 5. સ્મૃતિને શણગારવાનું તો કોઈ તમારી પાસેથી શીખે

  Like

 6. “અંતર ન રહે સ્વજનો થી
  કદી ય અંતર થી.
  ભલે વસે સૌ જોજનો દુર,
  તોય કદી ના અંતર, અંતર થી”
  મારા કાવ્યની આ પંક્તિ યાદ આવી ગઈ.
  ભલે સમયના પડ જામી જાય ઘટ્ટ થડ બની પણ બસ એટલી જ અભિલાષા કે કદી યે તમારી યાદ ના પુષ્પો મુરઝાય ના અંતરથી.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s