નવનીત છે..

 

‘કેમ છો ને સારું છે’, સંસારની આ રીત છે.
મનમાં કંઈ ને, બા’ર કંઈ, દુનિયાનું એ જ ગીત છે.

મારું સઘળું મારું ને તારું બધું યે મારું છે!
આ હવાની લ્હેરમાં, ફૂલોની પણ આ પ્રીત છે.

એક બોલે તો બધાં બોલે, અનોખી ચાલ જો,
બિંદુમાં સિંધુ ઢળે ! લે, ગાડરિયાની જીત છે !

આશ ને નિરાશની નૈયા બધે ચાલે અહીં,
કોણ કોને હાંકતું, ઉપર જુએ મન-મીત છે.

ક્યાં ખબર છે,સ્વપ્ન શું છે,ને અહીં છે સત્ય શું ?
બંધ આંખે ઊતરી, ભીતર જુએ નવનીત છે.

વાત નિર્મળ નીરની કરતા રહ્યા જગમાં બધાં,
સાફ દર્પણ ખુદ કરે, ‘દેવી’ ઘણું સંભવીત છે.

 

6 thoughts on “નવનીત છે..

  1. વા, સરસ.
    ભીતરના નવનીત માટેજ પ્રયત્ન કરવો એજ આપણું જીવન ધ્યેય હોવું જોઇએ

    Like

  2. દેવિ,

    “આશ ને નિરાશની નૈયા બધે ચાલે અહીં,
    કોણ કોને હાંકતું, ઉપર જુએ મન-મીત છે.”

    સરસ છે.

    વિનોદ.

    Like

  3. દેવીબુન , તમે હાવ હાસી વાત કરી, હોં ! મને બઉ ગમી. બધા તમારા જેવું હમજતા હોય તો કેવું હારુ !
    આવી ને આવી ડાહી ડાહી વાત્યું લખતા રે’જો.
    સ્વામિ નિત્યાનંદ ભારતીના જય અંબે

    Like

  4. મારું સઘળું મારું ને તારું મારું સહિયારુ…..
    જગતની આ રીતમાં નવનીત પામવા જેવા ભીતર પણ ક્યાંથી લાવવા?

    Like

  5. Pingback: શબ્દોને પાલવડે » નવનીત છે…..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s