નવનીત છે..

 

‘કેમ છો ને સારું છે’, સંસારની આ રીત છે.
મનમાં કંઈ ને, બા’ર કંઈ, દુનિયાનું એ જ ગીત છે.

મારું સઘળું મારું ને તારું બધું યે મારું છે!
આ હવાની લ્હેરમાં, ફૂલોની પણ આ પ્રીત છે.

એક બોલે તો બધાં બોલે, અનોખી ચાલ જો,
બિંદુમાં સિંધુ ઢળે ! લે, ગાડરિયાની જીત છે !

આશ ને નિરાશની નૈયા બધે ચાલે અહીં,
કોણ કોને હાંકતું, ઉપર જુએ મન-મીત છે.

ક્યાં ખબર છે,સ્વપ્ન શું છે,ને અહીં છે સત્ય શું ?
બંધ આંખે ઊતરી, ભીતર જુએ નવનીત છે.

વાત નિર્મળ નીરની કરતા રહ્યા જગમાં બધાં,
સાફ દર્પણ ખુદ કરે, ‘દેવી’ ઘણું સંભવીત છે.

 

Advertisements

6 thoughts on “નવનીત છે..

  1. દેવીબુન , તમે હાવ હાસી વાત કરી, હોં ! મને બઉ ગમી. બધા તમારા જેવું હમજતા હોય તો કેવું હારુ !
    આવી ને આવી ડાહી ડાહી વાત્યું લખતા રે’જો.
    સ્વામિ નિત્યાનંદ ભારતીના જય અંબે

    Like

  2. પિંગબેક: શબ્દોને પાલવડે » નવનીત છે…..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s