અહમથી સોહમ્ સુધી….

આંગળીના નખ બહુ ધારદાર થાય, તો અચાનક વચ્ચેથી તરડાવા માંડે,
જેમ સંબંધના વનમાં ઇચ્છાઓ જાગે ને, કૂણી કૂણી લાગણીઓ મરડાવા માંડે.
આભના આ વાદળા વ્યાકુળ થઇ વરસ્યાં,
ને ધરતીના રંગ જુઓ પલટાવા લાગ્યાં.
બેઠું ચોમાસુ કોઈ આંખમાં તો અક્ષરો,
ભીના થઇ, કાગળ પર ખરડાવા માંડ્યા.
કોમળ સંવેદનાની સુંદરતા કેવી, કે શબ્દોના છીપ બને મોતી ને સરકાવા માંડે.
જેમ કુદરતના સાજ પર કોયલનો ટહૂકો, સંગીત સજીને સૂર ગવડાવા માંડે.
વહેલી સવારે ઝાકળભીના ઘાસ પર,
ધીરે આ ચાલતાં, ખુલ્લાં ચરણ પર;
થાય મખમલી સ્પર્શ, જાય અંતરની ભીતર,
ને ભીતરની અંતર, કંઈ ખળભળ ખળભળ.
અમરત કે ઝેર બેઉ જીવનનો સાર એમ માંહ્યલો પછી તો સમજાવવા માંડે.
અવનીથી ઉંચકી, અવકાશમાં ફેંકી, અહમથી સોહમ લગ પહોંચાડવા માંડે.

11 thoughts on “અહમથી સોહમ્ સુધી….

  1. અંતરની લાગણીઓને તરડ્યા, મરડ્યા, ખરડાયા વિના ખળખળ વહેતી કરવા અને અહમથી સોહમ સુધી પહોંચડાવા જેવી સુંદર રચના રચી અને એ ક્ષણમા જીવાડે તે માનવી અને ક્ષણને જીવાડે તે એક કવિ (યત્રી).
    પ્રશાંત મુન્શા.
    જૂન ૧૮,૨૦૧૪

    Like

  2. A lyrical narration of Hindu philosophy. Loved it.
    While reading and comparing your poems and those of other Gujarati poets- with modern English poets-
    one thing struck me is how differently the East and the West, interpret, express, and expose themselves.
    Here is poem from a famous Pulitzer prize winning author, Mary Oliver ………….
    He was positively drenched in enthusiasm.
    I don’t know why. And yet why not.
    I wouldn’t persuade you from whatever you believe or whatever you don’t. That’s your business.
    But I thought of wren’s singing, what could this be, if it isn’t a prayer. (wren is a singing bird)
    So I just listened, pen in hand.
    Here is one of my poems……………
    —– Belief —
    Detached from any religious dogma,
    he ix a confirmed atheist.
    Recently he survived a serious crash while driving with my wife.

    While pretty shaken but unhurt,
    his wife- an eternal believer-
    was travelling with him at the time,
    told him-
    which I do not remember- that the first sentence
    spoken by me, immediately after the crash,

    was, “Thank God, I had the seat belt on!”

    Like

  3. આભના આ વાદળા વ્યાકુળ થઇ વરસ્યાં,
    ને ધરતીના રંગ જુઓ પલટાવા લાગ્યાં.
    બેઠું ચોમાસુ કોઈ આંખમાં તો અક્ષરો,
    ભીના થઇ, કાગળ પર ખરડાવા માંડ્યા.

    કેટલું બધું કોમળ કોમળ
    લાગણી અને કુદરત સાથે નો તાલમેળ સાધીને
    ભાવનાને શબ્દો ના શૃંગાર માં સજીને………

    દેવિકાબેન સત સત પ્રણામ
    ખુબજ ખુબજ ગમી..

    ગીતા

    Like

Leave a comment