‘કાવ્યસંગીત સમારોહ-૨૦૧૪’ની એક ઝલક

samanvay samagra manch

 

‘રીમઝીમ બરસતા સાવન’ જેવો સુયોગ એટલે ‘કાવ્યસંગીત સમારોહ’. શબ્દાતીત આનંદ સરોવરમાં સ્નાન કરાવતા એન્જલ સમો કાર્યક્રમ એટલે હ્યુસ્ટનમાં ઊતરી આવેલો ( ! )’કાવ્યસંગીત સમારોહ’..

છેલ્લાં કેટલાંય મહિનાઓથી જેની તૈયારીઓ ચાલી રહી હતી અને આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે અમદાવાદનો ‘સમન્વય’ કાર્યક્રમ આખરે હ્યુસ્ટનની ધરતી પર ૩૧મી મે, શનિવારની સાંજે સાકાર થયો.

ન્યૂજર્સીના ‘ઓમકારા’ અને હ્યુસ્ટન ‘કલાકુંજ’ના ઉપક્રમે યોજાયેલા આ ‘કાવ્યસંગીત સમારોહ’ને મન મૂકીને માણવા માટે હ્યુસ્ટનના સ્ટેફર્ડ સીવીક સેન્ટરનો હોલ સાંજના ૬ વાગ્યાથી ભરાવા માંડ્યો હતો. ઉઘડતા આકાશની ઝરમરતી ધારા જેવાં મનમોહક વાતાવરણ વચ્ચે બરાબર ૭.૧૫ વાગે મખમલી પડદો ખુલ્યો. કુશળ વાદ્યવૃંદ સાથે સુસજ્જ કલાકારો સુશોભિત રીતે ગોઠવાયેલાં હતાં.

કલમના કસબી અને મંચના મહારથી અંકિત ત્રિવેદીની શરુઆતથી માંડીને  છેક અંત સુધી આખો યે  કાર્યક્રમ સંપૂર્ણતયા આસ્વાદ્ય  બની રહ્યો.

મહાન સંગીતકાર ગૌરાંગ વ્યાસના સૂરોની રમઝટ, અંતરની આરપાર ઊતરતો પાર્થિવ ગોહિલનો જાદૂઈ અવાજ, ગાર્ગી વોરાનો ઘૂંટાયેલો રણકો, આનલ વસાવડાનો મધઝરતો ટહુકો, દિવ્યાંગ અંજારિયાનો બુલંદ નાદ અને ભૂમિક શાહના મસ્તીલા સૂરના પડઘા હજી યે કાનમાં ગૂંજે છે.  

બે આઈટમોની વચ્ચે શેર શાયરીઓની મસ્તીભરી અદાથી,રમૂજી રીતે  વિવિધ રંગના ફુવારા ઉડાડતા શ્રી અંકિત ત્રિવેદી  સૌની વાહ વાહ  લેતા રહ્યાં. તો સાથે સાથે સમારોહના  સપ્તરંગી મેઘધનુષને વધુ નિખારતા બીજાં પણ કુશળ પાંચ સાથીદારોએ સુંદર રંગ જમાવ્યો. કરાંગુલીઓને કીબૉર્ડ પર સરકાવતા મયુર દવે, તબલા પર ધૂમ મચાવતાં મનીષી રાવલ, ઢોલકની રમઝટ જગવતા રીતેષ ઉપાધ્યાય, ઑક્ટોપોડ પર મનીષ કંસારા અને વાંસળીના સૂરોથી શ્રોતાજનોને મુગ્ધ કરી દેતા વાંસળીવાદક શ્રેયસ દવે…આ સૌની કલા સાચે જ, ભરપૂર પ્રશંસાને પાત્ર રહી. છેલ્લે, કસુંબીના રંગ  જેવાં ઘણાં અમર ગીતોના ગુલદસ્તા સાથે આ ચિરસ્મરણીય  કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ.  

ગીતો કે શબ્દોના રહસ્યને  અકબંધ રાખીને એટલું જ કહીશ કે તન-મનને પ્રસન્નતાના પરમ આનંદની ટોચ પર લઈ જનાર આ કાર્યક્રમ અચૂક માણવા જેવો છે,જાણવા જેવો છે અને મમળાવવા જેઓ છે.ઘર આંગણે આવેલી આ સૂરગંગા પ્રેક્ષકોને જરૂર ધન્યતાનો અનુભવ કરાવશે.

કલાની રુચિને જગવતા,ખીલવતા અને પ્રતીતિ કરાવતા, આ શાનદાર અને જાનદાર કાર્યક્રમના દરેક કલાકાર ભાઈબેનોને,  ઓમકારા,  ન્યુ જર્સીગ્રુપના  આયોજકોને અને હ્યુસ્ટનના ‘કલાકુંજ જેવાં  સહાયકોને, ખોબો ભરીને દરિયા જેટલાં અભિનંદન અને શત શત શુભેચ્છાઓ.

અસ્તુ.

દેવિકા રાહુલ ધ્રુવ 

 

Advertisements

2 thoughts on “‘કાવ્યસંગીત સમારોહ-૨૦૧૪’ની એક ઝલક

  1. good, enjoy, all the best  

    Vilas M Bhonde Soham , 109/110 B , Shrenik park society, opp. Akota stadium, Productivity road, Vadodara 390020 Tel 0265 2356538 M 9979080711 visit my blog–http://vmbhonde.wordpress.com/ Link for purchase of my book અહમ થી સોહમ સુધી Aham thi Soham Sudhi CreateSpace eStore: https://www.createspace.com/4247162 or http://www.amazon.com/s/ref=nb_sb_noss?url=search-alias%3Daps&field-keywords=vilas+bhonde

    Like

  2. પિંગબેક: શબ્દોને પાલવડે » ‘કાવ્યસંગીત સમારોહ-૨૦૧૪’ની એક ઝલક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s