તો બાત બન જાયે…

      

નજર તારી મળે, પળભર અગર, तो बात बन जाये..
નયન સમજે બધું, હરદમ અગર,  तो बात बन जाये.. 

નથી જોયો, નથી જાણ્યો, છતાં તું રોજ પૂજાયે,
જરા દેખાય તું, એક ક્ષણ અગર,  तो बात बन जाये..

મીરાં છે, છે હજી રાધા, સીતા ને દ્રોપદી પણ છે.
કિશન થઈ તું ફરી અવતરઅગર तो बात बन जाये...

ઝીલે આકાશ બારે માસ, ધરતીની વરાળોને,
સદા વરસે, ઘીમી ઝરમર અગર,  तो बात बन जाये..

સતાવે છે તને શેનો વળી ડર, હે ગગનવાસી,
રચાવો રાસ હે નટવર અગર, तो बात बन जाये..

હજારો કંસ, કાળીનાગ ને કૌરવ કરોડો છે,
ફરી કર ધર્મને પગભર અગર,  तो बात बन जाये..

ભલે ને પાંડવો, દીસે નહીં કોઈ આ, કુરુક્ષેત્રે,
રચે ભારત ફરી નવતર અગર,  तो बात बन जाये..

16 thoughts on “તો બાત બન જાયે…

  1. દેવિકા,

    ભલે ને પાંડવો, દીસે નહીં કોઈ આ, કુરુક્ષેત્રે,
    રચે ભારત ફરી નવતર અગર, તો બાત બન જાયે.

    અત્યારે ઇલેક્શન વખતે બન્ધબેસ્તુ છે.
    બહુજ ગમ્યુ,

    આભાર,
    વિનોદ.

    Like

  2. નથી જોયો, નથી સુણ્યો, છતાં તું રોજ પૂજાયે,
    જરા દેખાય તું, એક ક્ષણ અગર, તો બાત બન જાયે.

    મારા મનની વાત તમે કરી દીધી! જો એ દેખાય તો હું જ પ્રથમ એનો ચેલો થઇ જાઉ!
    “તમે આવું સુંદર લખોને અભિપ્રાયો છલકે, તો બાત બન જાયે!!”
    ચીમન પટેલ ‘ચમન’/૮મે’૧૪/૭.૦૦ સવારે

    Like

  3. પિંગબેક: શબ્દોને પાલવડે » તો બાત બન જાયે…

  4. આપણે આશા રાખીએ કે કોઇક કૃષ્ણ આવે તો બાત બન જાયે. બાકી, અત્યારે તો કંસ, દુર્યોધનો અને કૌરવોથી જ ભારત ઉભરાઇ રહ્યું છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તો યે કાંઇ ફેર પડવાનો નથી. હું તો નિરાશાવાદી છું.
    નવીન બેન્કર

    Like

    • બેન્કરને વળી નિરાશા શી ? ખાતાંધારકોને કદાચેય હોય પણ બેન્કરને ?!

      ધ્રુવમતિ દેવિકા ખુદ કહે (લખે) પછી નિરાશાને કારણ નથી…..નરેન્દ્ર કરતાં સર્જકો ઉપર વધુ વિશ્વાસ બેસે….બાતને તમતમારે બન જાને જ દ્યો.

      Like

  5. બહુ સરસ, બાત બન ગઈ. “છે મીરાં …” વિશેષ ગમી. સરયૂ
    “ઝીલે આકાશ,.. સરસ છે, પણ અહીં વિષય-કૃષ્ણમાં બેસતી નથી.

    Like

  6. “છે મીરાં, છે હજી રાધા, સીતા ને દ્રૌપદી પણ છે,”

    આ પંક્તિમાં પ્રથમાક્ષર લઘુ હોવો જરૂરી છે. તમે ત્યાં છે મુક્યો હોઈ તેનું ગુરુત્વ કઠે છે…તેને બદલે આ મુજબ કરો તો બરાબર થઈ રહેશે :

    “મીરાં છે, છે હજી રાધા, સીતા ને દ્રોપદી પણ છે.”

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s