પાળી શકું ના..

 

જાણું છું ધર્મ, પાળી શકું  ના,
જાણું છું અધર્મ, ટાળી શકું ના.

રોજ ભીંસાઉં ઘંટી પડોમાં,
આંસુ આંખોના, ખાળી શકું ના.

જોઉં છું જગ, ખૂણે ખાંચરેથી,
જાત નિજની, નિહાળી શકું ના.

દેવ માની, પૂજું પથ્થરો પણ,
માત ચરણો, પખાળી શકું ના.

રોજ ઉડાડું  પાના દિવસના,
એક પળ પાછી, વાળી શકું ના.

 

7 thoughts on “પાળી શકું ના..

  1. દેવિકા,

    જાણું છું ધર્મ, પાળી શકું ના,
    જાણું છું અધર્મ, ટાળી શકું ના.

    બહુજ સરસ.

    આભાર,

    વિનોદ.

    Like

  2. પ્રાણીમાત્રને પોતાની પ્રકૃતિ બદલવી અતી દૂષ્કર હોય છે.
    કહ્યું છે ને કે :
    No Pain No Gain
    મા પણ જ્યારે નવ મહિના કષ્ટ વેઠે છે ત્યારે બાળક પ્રાપ્ત કરે છે.
    તેમ છતાં ઉપાય છે અલબત તે પ્રયત્ન અને કષ્ટ સાધ્ય છે.
    અભ્યાસ અને વૈરાગ્ય
    ધ્યેય પાપ્તિ માટે અભ્યાસ અને ધ્યેયથી વિમુખ કરનારી દરેક બાબત પ્રત્યે વૈરાગ્ય.

    Like

  3. મસ્ત.પહેલામાં દુર્યોધનની મનસ્થિતિ.
    ત્રીજામાં બધું જોઈએ , પણ જાતને નહી, વાહ, શું વાત છે!!

    Like

  4. મસ્ત.પહેલામાં દુર્યોધનની મનસ્થિતિ. ત્રીજામાં બધું જોઈએ , પણ જાતને નહી, વાહ, શું વાત છે!!  

    Vilas M Bhonde Soham , 109/110 B , Shrenik park society, opp. Akota stadium, Productivity road, Vadodara 390020 Tel 0265 2356538 M 9979080711 visit my blog–http://vmbhonde.wordpress.com/ Link for purchase of my book અહમ થી સોહમ સુધી Aham thi Soham Sudhi CreateSpace eStore: https://www.createspace.com/4247162 or http://www.amazon.com/s/ref=nb_sb_noss?url=search-alias%3Daps&field-keywords=vilas+bhonde

    Like

  5. પહેલી બે લાઇન તો દુર્યોધને મહાભારતમાં કહી છે. ‘ધર્મ પણ જાણું છું અને અધર્મની પણ મને ખબર છે પણ ધર્મનું આચરણ હું કરી શકતો નથી અને અધર્મને છોડી શકતો નથી.’ આપે એ વાતને ખુબ સરસ રીતે કહી છે.
    નવીન બેન્કર

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s