જોઈ એમ થાય…

birds on wire

birds on wire-2

 

 

 

 

વીજળીના તાર પર કતારબંધ બેઠેલા પંખીને રોજ રોજ જોઈ એમ થાય
ઉડઉડતી પાંખને અદબભેર ગોઠવી સંપીલા ઈશારા આમ થાય?
ન વાચા,ન વાણી,ન કર્મોની કહાની,
ન જર,જમીન કે જોરુની ગુલામી.
ઝાડ-પાન, ફળ-ફૂલ,ડાળ શહેનશાહી.

મુક્તિનું આ બંધન કે બંધનની છે મુક્તિ,સવાલ એમ થાય.
તાર પર કતારબંધ બેઠેલા પંખીને રોજ રોજ જોઈ એમ થાય.

એક લાવે ચોખાનો ને,બીજો લાવે દાળનો દાણો,
ઘાસ-ફૂસ,પીંછા,ને સળીઓથી ,સજ્જ કરે માળો.
ચાંચમાં ચાંચ રાખી બાંધતા એ પ્રેમ તણો નાતો.

મીઠા કલશોરના પડઘાથી રોજ સાંજ જંપી જંપીને દૂર જાય,
આભમાં આ હારબંધ સાથ સાથ ઉડતા સૌ પંખીને જોઈ એમ થાય,
દિલ-દિમાગ, વાણીની ભેટ તો યે, માનવીથી આવું  ન કેમ થાય ?

Advertisements

18 thoughts on “જોઈ એમ થાય…

 1. દેવિકા,

  મીઠા કલશોરના પડઘાથી રોજ સાંજ જંપી જંપીને દૂર જાય,
  આભમાં આ હારબંધ સાથ સાથ ઉડતા સૌ પંખીને જોઈ એમ થાય,
  દિલ-દિમાગ, વાણીની ભેટ તો યે, માનવીથી આવું ન કેમ થાય ?

  બહુજ સરસ,

  આભાર,

  વિનોદ.

  Like

 2. ન વાચા,ન વાણી,ન કર્મોની કહાની,
  ન જર,જમીન કે જોરુની ગુલામી.
  ઝાડ-પાન, ફળ-ફૂલ,ડાળ શહેનશાહી.
  અને એની સામે
  દિલ-દિમાગ, વાણીની ભેટ તો યે નહી કદાચ એટલે જ માનવી આવી મુક્તિ નહી માણી શક્તો હોય?

  ખુબ સરસ રચના…….

  Like

 3. ખુબ જ સુંદર રચના. એક દિલ અને દિમાગવાલા કવિયેત્રી જ રચી શકે કારણ એમણી કલ્પનાને અસિમિત પાંખો છે અને અનંત આકાશ છે. માનવી ને તો ઇશ્વરે મુક્ત મને ઘણું બધું આપ્યું જ છે અને આપ્યા જ કરે છે. પણ એ તો કુદરતની ‘શહેનશાહી” નો ‘તાજપોષી” નો ડોળ કર્યા જ કરે છે. કદાચ એ પણ કવિની જેમ આકાશ તરફ એક વાર જો નજર કરે તો એને ‘આમ કેમ થાય છે’ એવા બધા સવાલોના જવાબ ઝટ મળી જાય. અને સંભવ છે કે પંખી-પક્ષીરુપે એક શાંતિદુત બની જાય.
  ખરેખર, દેવિકાબેનની આ રચના વાંચી ને વારંવાર ‘ દિલથી’ વધુ અને દિમાગથી એનો સુક્ષ્મ ભેદ સમજવાની કોશીશ કર્યા જ કરવાનુ ને મમળાવાનુ સતત મન થયા કરે એવી લાગણી સાથે એમને ખુબ ખુબ વધાઈ અને ધન્યવાદ.
  પ્રશાંત મુન્શા.

  Like

 4. Now every time I look at the bird convention on electric wires and their intricate nests nestling on the tree tops, your beautiful words will help me and my imagination take a flight with these wonderful flyers.

  Like

 5. રચનાનો વિષય તદ્દન નિરાળો અને અભિવ્યક્તિઓ ખુબ સુંદર.. પણ ગીઈત કહેવા માટે જોઈતો લય અહીં ખોડંગાય છે.. પ્રાસ-અનુપ્રાસ જેવું ખૂટે છે. એ તરફ વિશેષ ધ્યાન રાખવું ઘટે.

  Like

 6. પહેલી બે લિંટીઓ બહુ સરસ, લયબધ્ધ, ગમી ગઈ. મજાની રચના.
  સરયૂ

  Like

 7. On Thursday, April 17, 2014 9:03 PM, harnish Jani wrote:
  What a brilliant subject- Never thought about it. Nice thoughtful poem.Loved it. Harnish.

  Dinesh Shah
  Dinesh Shah MBA, PE, RAS, PTC, REALTOR
  vah vah bhu srs kLpna….

  Like

 8. દેવિકાબેન ખુબજ સુંદર રચના !
  તમારા માટે તો આ લાઈન બરાબર યોગ્ય છે ‘ જ્યાં ન પહોચે રવી, ત્યાં પહોંચે કવી’
  દરેક વસ્તુમાં અવલોકન કરીને સુંદર રચના તૈયાર થઈ જાય છે.

  Like

 9. ખુબ જ સરસ રચના. ઉડઉડતી પાંખો ને મળ્યું મુક્ત આકાશ….એવું તમારું imagination.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s