રચાય છે..

જીતેલી આખી બાજી પણ કદી હારી જવાય છે.
સદા યે રેસમાં આગળ, કદી છેલ્લાં  જણાય છે.

હશે કોઇક તો કારણ જરૂર જળ-તળ મહીં નક્કી,
પડે કંકર કદી નાના, વલય  ક્ષણમાં રચાય છે.

કશી યે હોય ના આશા, હશે એવી કશી ઇચ્છા.
કે પળ એવી જ શું આ શ્વાસની આખર ગણાય છે?

હજી શોધાઇ છે ક્યાં  ચારણી કે ગરણી કોઈ,
કે ધીરે ચાળી,ગાળી વેદના ફેંકી શકાય છે !

ઘણી છે આમ તો જગ્યા વિસામા કાજ દુનિયામાં,
ગઝલ જેવી કહો  ક્યાં ચેનથી સોંપી સૂવાય છે ?

11 thoughts on “રચાય છે..

  1. રચાય છે..
    by devikadhruva

    હજી શોધાઇ છે ક્યાં ચારણી કે ગરણી કોઈ,
    કે ધીરે ચાળી,ગાળી વેદના ફેંકી શકાય છે !

    મસ્ત, ના, વેદના કેવી રીતે ફેકી દેવાય !!

    Like

  2. હજી શોધાઇ છે ક્યાં  ચારણી કે ગરણી કોઈ, કે ધીરે ચાળી,ગાળી વેદના ફેંકી શકાય છે !

    મસ્ત, ના, વેદના કેવી રીતે ફેકી દેવાય !!  

    Vilas M Bhonde Soham , 109/110 B , Shrenik park society, opp. Akota stadium, Productivity road, Vadodara 390020 Tel 0265 2356538 M 9979080711 visit my blog–http://vmbhonde.wordpress.com/ Link for purchase of my book અહમ થી સોહમ સુધી Aham thi Soham Sudhi CreateSpace eStore: https://www.createspace.com/4247162 or http://www.amazon.com/s/ref=nb_sb_noss?url=search-alias%3Daps&field-keywords=vilas+bhonde

    Like

Leave a reply to pravina જવાબ રદ કરો