રચાય છે..

જીતેલી આખી બાજી પણ કદી હારી જવાય છે.
સદા યે રેસમાં આગળ, કદી છેલ્લાં  જણાય છે.

હશે કોઇક તો કારણ જરૂર જળ-તળ મહીં નક્કી,
પડે કંકર કદી નાના, વલય  ક્ષણમાં રચાય છે.

કશી યે હોય ના આશા, હશે એવી કશી ઇચ્છા.
કે પળ એવી જ શું આ શ્વાસની આખર ગણાય છે?

હજી શોધાઇ છે ક્યાં  ચારણી કે ગરણી કોઈ,
કે ધીરે ચાળી,ગાળી વેદના ફેંકી શકાય છે !

ઘણી છે આમ તો જગ્યા વિસામા કાજ દુનિયામાં,
ગઝલ જેવી કહો  ક્યાં ચેનથી સોંપી સૂવાય છે ?

11 thoughts on “રચાય છે..

  1. સરસ ગઝલ, દેવિકાબેન , તમારી વાંચી મને સુજ્યું, લખ્યું,
    હાર જીત દુનિયાનો ક્રમ ગણાઇ છે
    શોધ, હારમાં જીત ક્યાંક છૂપાઇ છે

    Like

  2. જીતવું કે હારવું એ સહુની નજરના અંદાઝ છે

    કદીક હારવા છતાં જીતવું એ નયન રમ્ય છે

    પ્રવિના અવિનાશ

    Like

  3. દેવિકા,

    “જીતેલી આખી બાજી પણ કદી હારી જવાય છે.
    સદા યે રેસમાં આગળ, કદી છેલ્લાં જણાય છે.”

    બહુજ સરસ.

    વિનોદ.

    Like

  4. કશી યે હોય ના આશા, હશે એવી કશી ઇચ્છા.
    કે પળ એવી જ શું આ શ્વાસની આખર ગણાય છે?

    vaah! mazaa aavI gai

    Like

  5. હજી શોધાઇ છે ક્યાં ચારણી કે ગરણી કોઈ,
    કે ધીરે ચાળી,ગાળી વેદના ફેંકી શકાય છે !

    મને આ શેર ગમી ગયો.

    “ચમન”.

    Like

  6. રચાય છે..
    by devikadhruva

    હજી શોધાઇ છે ક્યાં ચારણી કે ગરણી કોઈ,
    કે ધીરે ચાળી,ગાળી વેદના ફેંકી શકાય છે !

    મસ્ત, ના, વેદના કેવી રીતે ફેકી દેવાય !!

    Like

  7. હજી શોધાઇ છે ક્યાં  ચારણી કે ગરણી કોઈ, કે ધીરે ચાળી,ગાળી વેદના ફેંકી શકાય છે !

    મસ્ત, ના, વેદના કેવી રીતે ફેકી દેવાય !!  

    Vilas M Bhonde Soham , 109/110 B , Shrenik park society, opp. Akota stadium, Productivity road, Vadodara 390020 Tel 0265 2356538 M 9979080711 visit my blog–http://vmbhonde.wordpress.com/ Link for purchase of my book અહમ થી સોહમ સુધી Aham thi Soham Sudhi CreateSpace eStore: https://www.createspace.com/4247162 or http://www.amazon.com/s/ref=nb_sb_noss?url=search-alias%3Daps&field-keywords=vilas+bhonde

    Like

  8. ખુબ સરસ વિચારોને, અતિસુંદર રીતે ગઝલમાં ગુંથ્યા છે. દરેકે દરેક શેર ઉત્તમ છે.
    નવીન બેન્કર

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s