સોનેરી રજકણ

golden rim

 

 

 

 

 

 

 

 

વાદળ દળની ધારે ફરતી,સોનેરી કોર સળવળ સળવળ.
નાની શી એક રજકણ ખોલે ,આભલુ આખું ઝળહળ ઝળહળ.
કોઈ આવી પીંછી લઈને, ચીતરે સુંદર રંગ અનોખા,
દિવ્ય મનોહર દ્રશ્ય અનુપમ, નીખરે સઘળા વિશ્વે હરપળ.

શાંત પડેલી લાગણીઓના, ધૂમ્મસછાયા પડળો ઘેરા,
કંકર પડતા વલયો રચતા, જળના તળ તો ખળભળ ખળભળ.
ખોલે અચાનક મનના દ્વારે, દૂરથી પ્રેમે હાથ પસારી,
સમજણ કેરી રજકણ ખોલે, નયને અશ્રુ ઝળઝળ ઝળઝળ.

પાંપણના પલકારા સરખી, પળની અહીં છે આવન-જાવન,
આદિ-અંત છે નોખા અનોખા, જડ-ચેતનના નિશ્ચય પ્રતિપળ.

Advertisements

7 thoughts on “સોનેરી રજકણ

 1. નાની શી એક રજકણ ખોલે ,આભલુ આખું ઝળહળ ઝળહળ.માનવીનો સહજ સ્વભાવ -આશા નું કિરણ , આશા એ મનનો વિશ્વાસ છે …. દરેક નિરાશા માં, આશા નું કિરણ શોધવું કેટલો હકારાત્મક અભિગમ અને એથી પણ વિશેષ છેલ્લી પંક્તિમાં તત્વજ્ઞાન ની વાત- આદિ-અંત છે નોખા અનોખા, જડ-ચેતનના નિશ્ચય પ્રતિપળ. માનવી શરીર અને આત્માને છુટો પાડતા શીખી જાય તો દરેક સ્તિતિ માં એક સરખો કોઈ પણ અભિપ્રાય માંથી માત્ર સમજણ જ છોડાવી શકે ,જન્મદિવસે આના થી વિશેષ શું સંકલ્પ હોય શકે… જન્મદિવસની શુભેચ્છા। ….

  Like

 2. એક નહીં પણ અનેક સોનેરી રજકણ તમારા બાકીના જીવન આકાશને ઝળહળતું કરે અને એના પ્રકાશમાં સમગ્ર સાહિત્ય જગત પ્રકાશિત થાય, એવી આપના જન્મ-દિવસે શુભેચ્છા.

  Like

 3. પ્રથમ,
  તમારા જન્મદિનની આ પ્રતિભાવોમાંથી જાણ્યું.
  જન્મદિન મુબારક.શુભેચ્છાસાથે….
  આવા અઘળા, શબ્દોની ગુચ્છોથી ગુંથાયેલ, આ ગઝલ ગમી ગઇ ‘ચમન’ને

  આ રહી એ પંક્તિઓ વાગોળવા જેવી.
  કેરી રજકણ ખોલે, નયને અશ્રુ ઝળઝળ ઝળઝળ.
  પાંપણના પલકારા સરખી, પળની અહીં છે આવન-જાવન,

  ગામના ઘરના કેમ ગુમ? કે ઘરકી મુરધી દાળ બરાબર!

  મહિને મળતાં પણ મળ્યું ના જ્ઞાન!
  નવું નવું શિખવાડીને ના’વ્યું ભાન!!

  ચીમન પટેલ ‘ચમન’

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s