‘તરહી મુશાયરો’-ચિનુ મોદીની પંક્તિઓ પરથી

૯ મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર ‘તરહી મુશાયરો- ચિનુ મોદીની પંક્તિઓ પરથી’ રચેલ  ગઝલ

આપવામાં આવેલ છંદવિધાનઃ

(ગા ગાલગાલ ગાલલગા ગાલગાલ ગા)(ષટકલ ૨૨ વિષમ )

આપેલ મિસરાઃ ગાંડુ થયેલું શ્વાસનું ટોળું ભગાડતું.

*****************************************

ગાંડુ થયેલું શ્વાસનું ટોળું ભગાડતું.
એ હર પળે જુદા નવા પાઠો ભણાવતું.

ક્યાં કૈં ખબર છે આ બધી શેની ધમાલ છે ?
તો યે ડરાવતું ને સહુને ભમાવતું.

આ તો જીવન છે વાળની ગૂંચો સમુ જટિલ
સાચી મળે જો કાંસકી બેશક સંવારતુ.

એવું જડે હલેસું ને સાહિલ જો સાથમાં,
નાનુ અમસ્તુ હોડકુ સાગર તરાવતું.

છોને લખો હસી હસી ખોટું બયાન બહું
છુપાવતું જે ઘાવને ઊંડે દઝાડતું.

ઝુલો ભલે સુવર્ણ કે ચાંદી મઢ્યા ઝુલે
અંતે તો રાખ માટીમાં ટોળું વળાવતું.

3 thoughts on “‘તરહી મુશાયરો’-ચિનુ મોદીની પંક્તિઓ પરથી

  1. સુંદર કવિ(યત્રી)કર્મ… અને એ પણ, તત્વજ્ઞાનથી ભરપૂર…
    નાનુ અમસ્તુ હોડકુ સાગર તરાવતું.
    અને અંતિમ શેર પણ બહુ ઊંડાણ લઇને આવ્યો છે – વાહ…!
    સાથે-સાથે જન્મદિવસની પણ સુ-કામનાઓ દેવિકાબેન…

    Like

  2. ઝુલો ભલે સુવર્ણ કે ચાંદી મઢ્યા ઝુલે
    અંતે તો રાખ માટીમાં ટોળું વળાવતું.

    mazaa aavI gai Devika bahen.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s