ગુજરાતને ઝરૂખેથી……….

ગુજરાત-૧

ગરવી ગુજરાતને ઝરૂખેથી ઊભી, ઝળહળતા દીવડા પ્રગ્ટાવી તો જો.

એકવાર સત્યના ચરખાને કાંતી, અહિંસાને કાજ શિર ઝુકાવી તો જો.

સાબરનો આરો ને તાપી કિનારો, ગુજરાતની ગરિમાને ગાઇ તો જો.

કસુંબલ કંઠના આષાઢી સૂરો, આ વિશ્વમાં સૌને સંભળાવી તો જો.

 

સુરતના પાસાદાર હીરાની ચમક,પારખી ઝવેરાત નાણી તો જો.

પાટણની આભલા મઢેલી ઝમક, નિરખી પટોળાને પામી તો જો.

ધૂમકેતુના ‘તણખા ને મુન્શીની’અસ્મિતા’, શૌર્યનો ઈતિહાસ વંચાવી તો જો,

મેઘાણીની ‘રસધારને સુંદરમની’વસુધા’, કવિઓના થાળને જમાડી તો જો.

 

રોમરોમ ઝંઝોડતી ‘શયદાની ગઝલ, અંતરમાં ધીરેથી વસાવી તો જો.

થનગનતી ગુજરાતી નારીની ઝલક, હળવેથી નિકટ જઈ માણી તો જો.

નાટકનો લ્હેકો ને રંગીલો છણકો, ભીતરમાં આરપાર ઊતારી તો જો.

સંસ્કૃતિ ને માણસાઈના દીવાનો તણખો, થઈ વિશ્વમાનવ  ફેલાવી તો જો.

 

રોશન કરી ગઈ છે જગને જે દીપિકા, બની ગુજરાતી પ્રસરાવી તો જો.

આલેખે વિદેશી ઝરૂખેથી ‘દેવિકા’,જાગી,ઊઠી,જરા વિચારી તો જો.

વ્હાલા ગુજરાતને ઝરૂખેથી ઊભી, ઝળહળતા દીવડા પ્રગ્ટાવી તો જો.

એકવાર સત્યના ચરખાને કાંતી, અહિંસાને કાજ શિર ઝુકાવી તો જો.

 

Advertisements

11 thoughts on “ગુજરાતને ઝરૂખેથી……….

 1. વાહ..!
  દેવિકાબેન,
  બહુજ સરસ વાત લાવ્યા છો…-અભિનંદન.
  એક નમ્રસૂચન કરવાનું મન થાય છે કે, દરેક પંક્તિના અંતે, તું જો આવે છે ત્યાં – તો જો ! – કરીએ તો ? દા.ત.
  વ્હાલા ગુજરાતને ઝરૂખેથી ઊભી, ઝળહળતા દીવડા પ્રગ્ટાવી તો જો
  એકવાર સત્યના ચરખાને કાંતી, અહિંસાને કાજ શિર ઝુકાવી તો જો !.

  Like

 2. મહેશભાઇ, આપે કરેલાં સૂચનથી ખુબ જ આનંદ થયો.આ જ રીતે સાથ આપતા રહેજો. યોગ્ય લાગવાથી સુધારો કરી દીધો છે. દિલથી આભાર.

  Like

 3. શબ્દે શબ્દમાં, આપનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ અને સ્વાભિમાન પ્રગટ થાય છે.
  એક સુંદર રચના. અભિનંદન
  નવીન બેન્કર

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s