દેખાય છે…

ખુલ્લી આંખે ક્યાં કશું દેખાય છે?
બંધ આંખે તો બધું જોવાય છે!

ચાલી આવ્યું છે સદીઓથી અહીં,
ધૃતરાષ્ટ્રને જ સત્તા સોંપાય છે !

પૂછવા પૂરતું જ પૂછે છે સહુ,
બાકી મન-માન્યું જ બધે થાય છે.

 ‘ઝીણી દ્રષ્ટિ,કામ લાગે’ સાચું છે,
તેલ જુઓ,ધાર જુઓ, પીલાય છે.

અક્ષરો ને શબ્દ સૌ અફળાય છે,
સાહિત્યમાંથી સત્વ શેં ખોવાય છે ?

નીર સૌને રાખવા છે સ્વચ્છ આ,
લીલ ચોંટી,સાથમાં ધોવાય છે.

કામ વિના નામની છે ઘેલછા,
જાગી જુઓ,સત્ય કો’ જોખ્માય છે.

Advertisements

9 thoughts on “દેખાય છે…

 1. “સુંદર છે.”

  ખરું પૂછો તો વાંચીને મારા મનમાં જે ઉઠ્યું તે લખાઈ ગયું !

  “ખુલ્લી આંખે બધાને સઘળું દેખાય છે

  આંખ આડા કાન કરવાની આદત છે

  ધૃતરાષ્ટ્ર બની બેસવાની આરઝુ છે

  નામ સાથે નકામા ચેડાં થાય છે

  Like

 2. દેવિકાબેન,
  જય જલારામ.
  ઘણી જ ઉપયોગી અને સમજવા જેવી વાત છે કે
  ‘કામ વિના નામની છે ઘેલછા,
  જાગી જુઓ,સત્ય કો’ જોખ્માય છે.’

  ઘણી જ સુંદર રીતે સ્પર્શે તેવી રચના છે
  આભાર સહિત પ્રદીપ બ્રહ્મભટ્ટ ના જય જલારામ.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s