‘અક્ષરને અજવાળે’

Kumar Diwali Ank

 

 

 

 

કુમાર’ સામયિકના ઓક્ટો.૨૦૧૩ ના દિવાળી અંકમાં

પ્રસિધ્ધ થયેલ અવલોકન.

‘અક્ષરને અજવાળે’

નિરાંતે માણવા જેવો કાવ્ય સંગ્રહ.
યોસેફ મેકવાન.

ગુજરાતી ભાષાનું એ સદભાગ્ય છે કે, ગુજરાતથી દૂર વસતાં સાહિત્ય સર્જકો ગુજરાતી ભાષાને, જેમ મા બાળકને પ્રેમ કરે તેમ પ્રેમ કરે છે. એવી અનુભૂતિ કરાવનાર કવયિત્રી છે દેવિકા ધ્રુવ. તાજેતરમાં પ્રગટ થયેલો તેમનો કાવ્યસંગ્રહ ‘અક્ષરને અજવાળે’ વાંચતા કંઈક આવી લાગણી થઈ. આ સંગ્રહમાં તેત્રીસ ગીતો,સત્તાવીશ ગઝલો,ચૌદ ગદ્યકાવ્યો અને અઢાર જેટલાં મુક્તકો છે.

આ બધી રચનાઓમાંથી પસાર થતાં સ્પષ્ટ સમજાય છે કે, કવયિત્રીએ શબ્દને સથવારે અને અક્ષરને અજવાળે ચાલતાં જે કંઈ પ્રાપ્ત થયું તેનો આનંદ પ્રગટ કર્યો છે.

‘લો, અમે તો ચાલ્યાં પાછાં અક્ષરને અજવાળે’ માં ગીત પંક્તિ દ્વારા સંવેદનો પ્રગટ કર્યા છે. પ્રકૃતિ વિના કોઈ કવિને ચાલ્યું છે ખરું? અહીં પ્રકૃત્તિના રમણીય રૂપો પ્રગટ થયાં છે.ધીમે ધીમે પ્રગટતા  પરોઢનું આ ચિત્ર જુઓ.

પૂરવનો જાદુગર આવે,છાબ કિરણની વેરે,
હળવે હાથે ધીમું સ્પર્શે,પડદા પાંપણના ખોલે.(પૃ.૨૩)

પ્રેમાનુભૂતિ સાથે કુદરતને સહજ રીતે ગૂંથી લે છે ને રોમેન્ટિક ભાવ નીખારે છે એનું રમ્ય ચિત્ર જુઓઃ

તડકો વીંટીને અંગ બેઠા’તા સંગ સંગ, હૂંફાળા હાથ લઈ હાથમાં,
આભના તે વાદળને આવી ગઈ ઇર્ષા ને સૂરજને ઢાંક્યો લઈ બાથમાં. (પૃ.૨૫)

એવું જ રોમેન્ટિક ચિત્ર આ પંક્તિમાં પણ અનુભવાય છે.દ્રશ્યકલ્પન મન ભરી દે તેવું છે.

‘આભ ઝળુંબી ચૂમે ધરાને દરપણ જાણે સાગર’ (પૃ. ૨૭ )

‘અગર જો’ ગીતમાં શ્યામ રાધાના પ્રશ્નનો ઉત્તર આપે છે એમાં પ્રેમની પૂર્ણ પ્રતીતિ અનુભવાય છે. એવું જ ‘ઝલક’ સાંગોપાંગ સુંદર ગીત છે.

ગઝલોમાં ક્યાંક ક્યાંક ચમકારા અનુભવાય છે.ગઝલ એ ખૂબ સંકુલ કાવ્યપ્રકાર છે.એના ગહન અભ્યાસથી જ તે વધુ ઊઘડે. છતાં અહીં કેટલીક પંક્તિઓ આસ્વાદ્ય ખરી. જેમ કે,જીવનની કઠોર-નઠોર વાસ્તવિક્તા તે આ આમ અભિદ્યાત્મક  બાનીમાં આલેખે છે.

જીંદગી કલ્પી હતી તેવી કહો કોને મળી?

બંદગી જેની કરી કરી તેની કહો કોને ફળી? (પૃ.૫૮)

એવી જ બીજી વાસ્તવિકતા  તે સાચા પ્રેમની છે.

‘વીસરી દીધા લો કટુ વચનો,

પ્રેમમાં ઝેર પણ  પિવાઈ ગયું.’(પૃ.૬૪)

વેદનાને ઉજાગર કરતો ગમી જાય તેવો શેરઃ

‘મને વરસાદમાં ચાલવું ગમે કે
કોઈ મારા આંસુઓને જોઇ ના શકે.(પૃ.૭૨)

આમ ઘણી આભાસી ગઝલોમાં  વર્તમાન સમયની બોલકી વાસ્તવિક્તા જોવા મળે છે. ગદ્ય કાવ્યોમાં પણ કવયિત્રીનું મન ઊઘડતા પુષ્પ જેમ ઊઘડવા જાય છે અને પાછું બિડાઇ જાય છે. લેખિનીને ‘મા’ તરીકે સંબોધી પછી એ દ્વારા  શબ્દોનો આસવ સર્વત્ર નિહાળે છે! ‘માનસપુત્રી’ કાવ્ય સૌમાં લાક્ષણિક છે.

મુક્તકો પણ પરંપરાના પોષક છે. પોતાના સર્જનની વાત આમ કરે છે.

ખુશી જો મળે તો કવન ફૂટે છે,
પીડાઓ મળે તો ગઝલ છૂટે છે.
અગર જો કશું ના મળે તો લાગે
કે સવારે સવારે કલમ રૂઠે છે !(પૃ.૧૦૦)

રચનાઓમાં ગીત-સંગીતના લય-તાલ સુપેરે જોવા મળે છે.પણ ક્યાંક ક્યાંક લય લથડે છે. છતાં નિરાંતના સમયમાં માણવા જેવો આ સંગ્રહ છે. કેટલાંક શબ્દરૂપો કઠે છે;જેમ કે, ‘લીલા’નું લીલ, ‘એકાંત’નું એકાંતી , ‘ચિતરાઈ’નું ચીત્રાય વગેરે. તો કેટલાંક કલ્પનો ચિત્તમાં જડાઈ જાય એવાં પણ છે.જેમ કે,’અક્ષરને અજવાળે’, ‘ભીની ભીની ક્ષણોને વીણી વીણી’,  ‘મખમલી ઊર્મિ’, ‘શીકરોની ટપલી’, ‘કશ્મકશનો કાંટો’, ‘લાગણીના હાર’, ‘સંબંધોના ગિલેટની સાંકળો’. આવાં ઘણાં નજરમાં આવશે.

દેવિકાબેનના આ સંગ્રહનું સ્વાગત હો.

( ‘અક્ષરને અજવાળે’ઃ દેવિકા ધ્રુવ, હ્યુસ્ટન,યુ.એસ.એ.મૂલ્ય રૂ.૧૫૦.૦૦ )

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s