બુલંદ નાદે,મૃદંગ બાજે….

શેરીનો ગરબો ભલે અદ્રશ્ય થયો  વતનમાં, પણ મિત્રો, હવે એ આવી પહોંચ્યો છે વિદેશમાં !
પરદેશમાં જન્મીને  મોટી થયેલી  કુમારીકાઓને ગરબે  ઘૂમતી જોઇ છે ને ?
માથે જાગ,કેડમાં ઘડા, હાથમાં દીવડા થકી શોભતી કેટલી સુંદર લાગે છે ?
અરે, સાથે વિદેશીઓને 
પણ ઘુમવા લઇને આવે છે ! પોતપોતાના  વિસ્તારને એક નાનકડું ભારત, (little India )બનાવીને વસે છે
અને  એક થનગનતુ ગુજરાત સજાવીને નીકળી પડે છે  શેરીને ગરબે ઘૂમવા ! એ જોઇને આ કલમ  કેમ શાંત રહે ?
લો, લઇ લો એક નજરાણું  આપને માટે…ફરી એક વાર,નવા રંગરોગાન સાથે… 

******************************      ******************************

હે…..

બુલંદ નાદે,નોબત વાગે,મૃદંગ બાજે,માઝમ રાત,

કસુંબ કોરે,આભની ટોચે,રતુંબ રંગે, સોહત માત,

હે…

ચુંદડી ઓઢી,સૈયર સાથે,માવડી નાચે,નવનવ રાત……

રૂમઝુમ રૂમઝુમ,પાયલ વાગે,ખનન ખનન કર કંકણ સાજ,

હે…

છુમછુમ છુમછુમ ઝાંઝર બાજે,ઝગમગ ઝગમગ દીવડા હાર,

ધડક ધડક નરનારી આજે,છલક છલક ગોરી ગુજરાત….


ગરબો

રાસ–

આવી આવી ને સરી જાય હો રાજ, આજ નીંદર આવીને સરી જાય.
જાગી જાગીને સૂઝી જાય હો રાજ, આજ આંખો જાગીને સૂઝી જાય.

ઘૂમઘૂમ ઘૂમતો ને આભલિયે ફરતો,

પૂનમનો ચાંદ મીઠી યાદને જગવતો,

ઓઢું ઓઢું ને ઉડી જાય હો રાજ,

મારી ચુન્ની શિરેથી ઉડી જાય,

આવી આવી ને સરી જાય હો રાજ, આજ નીંદર આવીને સરી જાય.

એવા તે કામણ કહે, શીદને ત્‍હેં કીધા,

ભરિયા ના જામ તો યે, મદીરા શા પીધા ?

મળી મળીને વળી જાય હો રાજ,

કેમ નજરું મળીને વળી જાય.

આવી આવી ને સરી જાય હો રાજ, આજ નીંદર આવીને સરી જાય.

લાલપીળા લીલા ને આસમાની દાંડિયે,

ગોળગોળ ફરતા આ માને મંદિરિયે,

ફરી ફરીને રાતી થાય હો રાજ,

મુજ કાયા લજવાતી જાય,

આવી આવી ને સરી જાય હો રાજ, આજ નીંદર આવીને સરી જાય..

 

16 thoughts on “બુલંદ નાદે,મૃદંગ બાજે….

  1. એવા તે કામણ કહે, શીદને ત્‍હેં કીધા,
    ભરિયા ના જામ તો યે, મદીરા શા પીધા ?
    મળી મળીને વળી જાય હો રાજ,
    કેમ નજરું મળીને વળી (ઢળી) જાય.

    આ પંકતિઓ ટપકાવીને ‘ચમન’ તો હવે સરી જાય,

    ચીમન પટેલ ‘ચમન’

    Like

  2. email From Mukund Gandhi
    દેવિકાબેન,

    શબ્દોની સઝાવટ તો તમારી અદ્વિતિય હોય છે. હવે સાથે સૂરની સઝાવટ માટે સંગીતનું ગ્રુપ ભેગુ કરી
    એક તમારી કલાનો સ્વયંભૂ કાર્યક્રમ બનાવો…

    મુકુંદ

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s