ઈશ્વર કરે છે યાચના….

પથ્થર બનાવી પૂજતા, આ માનવીનું શું કરું?

દંભી બનીને પ્રાર્થતા, આ માનવીનું શું કરું?

 

શણગારવા મુજને કરે, લાખો કરોડો ખર્ચ સૌ,

મૂઠી ભરી ના દાન દેતા, માનવીનું શું કરું?

 

ના પામતા કો’ બાળકો પણ, દૂધ છાંટો ક્યાંક તો,

પંચામૃતો રેલાવતા, આ માનવીનું શું કરું?

 

ભૂખ્યા જનો દ્વારે ઉભી, પીડા લઇને ટળવળે,

છપ્પન ધરે ભોગો બધા, આ માનવીનું શું કરું?

 

જોયા નથી શુકન કદી, કે ના મુહુર્તો શ્વાસના,

ક્ષણ ક્ષણ દીધી મેં હાથમાં, આ માનવીનું શું કરુ?

 

ફૂલો સમા નિર્દોષ ને નિર્મળ સહુ જન્માવું હું,

કેવાં હતાં, કેવાં થયાં, આ માનવીનું શું કરું?

 

ક્યાંથી રીઝુ? આ વિશ્વ જોઇ, યાચના તો હું કરું !

હે માનવી, સમજાવી જા, આ માનવીનું શું કરું?

 

 

14 thoughts on “ઈશ્વર કરે છે યાચના….

  1. તમારી (કે મારી) ક્રુતિ વાંચી સંદેશો પહોચે ના, કોઇને કદી!
    બળતા રહો મહીં મહીં, ને આમ લખતા રહો, બાકી તો શું કરું?

    સંદેશો સુંદર ને સમજવા જેવો છે.
    સમજનેવાલા સમજ ગયે, ના સમજે વો……..?

    ચીમન પટેલ ‘ચમન”

    Like

  2. દેવિબેન, દુનિયા આમ જ ચાલ્યા કરવાની છે. માનવી આમ જ વર્તવાનો છે. પ્રભુએ પણ જોયા જ કરવાનું છે અને તમારા-મારા જેવા સંવેદનશીલ માનવીઓ આવું બધું લખ્યા કરવાના છે. “જગતકાજી બનીને વહોરી ના પીડા લે જે,” શ્રીરામ..શ્રીરામ…

    Like

  3. વાહ દેવિકા દેરસે આઇ દુરસ્ત આઇ…મસ્ત મસ્ત મસ્ત સંદેશો…ઈશ્વરના મનનાં સવાલ..તાદ્ર્સ્ય થયાં છે ફેઈસ બુકમાં શેર કરુ???આવતા જન ફરિયાદ્ની પૂર્તિ માટે પણ મોક્લીશ…ખૂબ સરસ

    Like

  4. તે દિન અાંસુભીનાં હરિના લોચનિયાં મેં દીઠાં નામક સ્વ.કવિશ્રી કરસનદાસ માણેકની રચનાની ફરીથી યાદ અા ગઝલે દેવરાવી.
    અભિનંદન

    Like

  5. સરસ. ભગવાન પણ શરમાતો હશે માનવીને બનાવીને. બધ બધુ સમજે છે, પણ વ્યવહારમાં શૂન્ય.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s