દેવકીની મનોવ્યથા

દેવકીની મનોવ્યથા

શ્રાવણનો મહિનો એટલે તહેવારોના દિવસો.નાગપંચમીથી શરુ થઇને જન્માષ્ટમી અને પારણા સુધીનો ઉત્સવ. ‘નંદ ઘેર આનંદ ભયો’ના નારાઓમાં ડૂબેલો જનપ્રવાહ એક મહત્વની હસ્તીને જ જાણે ભૂલી જાય છે!  સમસ્ત વિશ્વ જ્યારે કૃષ્ણ-જન્મ મનાવવામાં ચક્ચૂર હોય છે ત્યારે તેને જન્મ આપનારી જનેતા,  જેલના એક ખૂણામાં શું શું અને કેવું  કેવું અનુભવે છે ? કદી એની કલ્પના  કરી છે?

શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય.

કાયા તો ઝીલે લઇ ભિતરમાં ભાર,
ના સ્‍હેવાતો કેમે એ ક્રુર કારાવાસ.
આભલુ છલકીને હલકું થઇ જાય,
વાદળુ ય વરસીને હળવું થઇ જાય,
વદપક્ષની રાતે મન ભારેખમ થાય,
પ્રશ્નોની ઝડીઓથી હૈયું ઝીંકાય…..  શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..

 

સાત સાત નવજાત હોમીને સેવ્યો,
નવ નવ મહિના મેં ઉદરમાં રાખ્યો.
જન્મીને જ જવાને આવ્યો જ શાને ?
અંતરનો યામી ભલા પરવશ શાને ?
કંસ તણા કુવિચાર કાપ્યા ન કા’ને ?
ગોવર્ધનધારી કેમ લાચાર થાય?….. શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..

 

રાધા સંગ શ્યામ ને યશોદાનો લાલ,વાહ,
જગ તો ના જાણે ઝાઝુ,દેવકીને આજ,.
રાજી હું જોઇ જોઇ યશોદાનું સુખ,
ને વાંક વિણ,વેર વિણ,પીધા મેં વખ,

તો યે જીગરના ઝુરાપાનુ દખ ??!!
આઠમની રાતે જીવે ચૂંથારો  થાય….. શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..  

9 thoughts on “દેવકીની મનોવ્યથા

  1. શું વાત છે, દેવિકાજી?!
    સાચું છે કે મોટા ભાગના માણસો આપણા પર્વોને ‘સાપ ગયા ને લીસોટા રહી ગયા’ની જેમ સમજ્યા વિના ઉજવે છે. તમારા જેવા જ આ પર્વોને અલગ ‘એન્ગલથી’ જુએ, અનુભવે,વિચારે,વલોવે અને શબ્દો રૂપી માખણ અમારા જેવાને વહેચે.
    શરુંની પંકતિઓ જોરદાર છે.
    શુભેચ્છા સહ,
    ચીમન પટેલ ‘ચમન’

    Like

  2. ‘દેવકી’ને તો વ્યથા કે મુંઝારો થયો હશે કે નહીં એ આપણે જાણતા નથી. કવિઓ / કવયિત્રીઓ એવું એવું કલ્પીને મુંઝારાના કાવ્યો રચે છે. પણ અમારા હ્યુસ્ટનના ‘દેવિકા’ના મુંઝારામાંથી જે કાવ્ય સર્જાયું એ તો કમાલ છે ! અભિનંદન, દેવિકાજી !
    નવીન બેન્કર

    Like

  3. અાપણે બધા તહેવારોને માહિતી વેગળી રાખીને જ ઊજવીએ છીએ .અાપે નવી દષ્ટિથી નવા એંગલથી જન્માષ્ટમીને જોઇ જ નહિ પણ અા ગીત દ્વારા અમને સહભાગી બનાવ્યાં તે માટે ખૂબ…ખૂબ ..અભિનંદન.

    Like

  4. દેવકીની વ્યથા દેવિકા જેવી કવિયત્રીના મનો મંથનનું માખણ, સૌના હ્રદયને સ્નીગ્ધ કરે.
    સુંદર રચના.

    Like

  5. “દેવકીનો મુંઝારો” એ વાંચતા મને “દ્રોપદીની વ્યથા” નવલકથા યાદ આવી જાય છે..નવિનભાઈની ટીપણ..‘દેવકી’ને તો વ્યથા કે મુંઝારો થયો હશે કે નહીં એ આપણે જાણતા નથી…સ્ત્રીની વ્યથા સ્ત્રીજ જાણી શકે…વ્યથાની કલ્પના કરવી સહેલી તો નથીજ.. તમે કાવ્ય દ્વારા સ્ત્રીની વ્યથા સુંદર રીતે રજૂ કરી..આજ પણ આવીજ ઘણી..દેવિકી આવી વ્યથા અનુભવી રહી છે…સુંદર..રીતે રજૂ થયેલું કાવ્ય..અભિનંદન

    Like

  6. દરેક મા ને આ વેદના થાય જ. દેવિકાબેને દેવકી વિષે વિચારીને જે લખ્યું છે તે ખુબ જ પ્રશંસનીય છે. fantabulous,superb.standing ovation to you.

    Like

  7. સાત સાત નવજાત હોમીને સેવ્યો,
    નવ નવ મહિના મેં ઉદરમાં રાખ્યો.
    જન્મીને જ જવાને આવ્યો જ શાને ?

    સરસ.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s