પગલાંની છાપ

footprintsInspirational poem “footprints  in the sands”
by Mary Stevenson…..
One night I dreamed I was walking along the beach with the Lord.  Many scenes from my life flashed across  the sky. In each scene  I noticed footprints in the sand. Sometimes there were two sets of footprints, other times there were one set of footprints.  This bothered me because  I noticed that during  the low  periods of my life, when I was suffering  from  anguish, sorrow  or defeat, I could see only  one set of footprints. So I said to the Lord, “You promised me Lord,  that if I followed you, you would walk  with me always. But I have noticed that during  the most trying  periods of my life  there have only  been one  set of footprints in the sand. Why, when I needed you most,you have not been there for me ? The Lord replied, “The times when you have  seen only one set of footprints in the sand, is when I carried you.”

Mary Stevenson

“footprints  in the sands” by Mary Stevenson..પર આધારિત મારી જૂની  રચનાને ” ઇન્દ્રવજ્રા” છંદના વાઘા પહેરાવી ફરી એક વાર પ્રસ્તૂત…

છંદવિધાન-ઇન્દ્રવજ્રા-૧૧ અક્ષર (ગાગાલ ગાગાલ લગાલ ગાગા)

નોખું આ કેવું સપનુ જગાડે,

સંગે હતો ‘એ’ દરિયાઇ કાંઠે,

ઝુમેલ વૃક્ષો ને સુંવાળી રેતી,

ઝુલેલ ફૂલો ને ગુલાબી કેડી.

વેગે જતી’તી મનની ખુમારી;

ખોયું હતું ભાન ગુમાન ધારી.

પ્‍હોંચી પછી દૂર અજાણ રાહે,

ભેંકાર લાગે બધું સાંજ ટાણે.

પાછું વળી જોયું, શું રે થયું આ?

‘એ’ના હતા તે, પગલાં જ અદ્રશ્ય !

પ્રશ્નો હજારો ભિતરે ઉઠ્યાં’તા.

શંકા-કુશંકાથી અશ્રુ સર્યા’તા.

ત્યાં દૂરથી ગેબી અવાજ કાને,

મારા જ એ બે,પગલા છે સાથે.

એ હું જ છું, ને તુજ સાથ છું હું.

તેડી તને હું પગલાં ભરું છું..

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s