એક સમી સાંજને ટાણે,આ સાગરને મઝધારે, અમે ચઢી ગયા વિચારે;
જરા ડોલતી નાવની ધારે,જોઇ સામે કિનારે,અમે ચઢી ગયા વિચારે….
પાર કરી છે પોણી ને પા જેટલી બાકી,
આજ લગી આ નૌકા વેગે હાંકી,
હલેસા બંને હવે ગયા છે હાંફી,
ને પહેલાં કરતા ચાલે થોડી વાંકી.
સમય આવ્યો સમજી લેવા આબોહવાને તાલે, એકમેકને ઇશારે,
એક સમી સાંજને ટાણે,આ સાગરને મઝધારે, અમે ચઢી ગયા વિચારે….
તારું મારું, મારું તારું, કરતાં કરતાં ચાલ્યાં,
આગળ-પાછળ, પાછળ-આગળ દોડ્યાં,
ખાડા-ટેકરા,તડકા-છાંયા રસ્તાઓ વટાવ્યાં,
ખારા-તૂરા, કડવા-મીઠા પીણાં સઘળા ચાખ્યા,
રહ્યું કશું ના બાકી, લાગે ઝબકી તંદ્રાવસ્થે, પરસ્પરને સહારે,
એક સમી સાંજને ટાણે,‘જાગ્યા ત્યાંથી સવારે,અમે ચઢી ગયા વિચારે….
દેવિ,
બહુજ સરસ લખ્યુ છે.
આપણને બધાને લાગુ પડે છે.
આભાર,
વિનોદ.
LikeLike
Khub Saras. Samajva jevu.
LikeLike
દેવિકાબેન, ખુબ જ સરસ ભાવ-અભિવ્યક્તિ. ખુબ ખુબ ગમ્યું આ કાવ્ય.
નવીન બેન્કર
LikeLike
bahu saras!!!
LikeLike
very nice.
LikeLike
jaagyaa tyaanthi savaare – preranaathi bharapur!!!
LikeLike
સરસ ભાવ-સંદેશ આપતી રચના.
સરયૂ
LikeLike