વાત રે’વા દો…..

હ્યુસ્ટનનું એક સાહિત્ય-રત્ન એટલે રસિક મેઘાણી. તેમનું ખરું નામ અબ્દુલ રઝાક.  ‘રસિક’ તેમનું તખલ્લુસ. જાણીતા ગઝલકાર ‘નઝર’ ગફૂરીના એ પરમ શિષ્ય. ૨૦૦૯ થી ૧૧ના બે વર્ષના ગાળામાં ગઝલના આંતર-બાહ્ય રૂપો, છંદ-ગૂંથણી અને ભાવવિશ્વ વિશે તેમની પાસેથી પ્રત્યક્ષ રીતે શીખવાનો અને એ રીતે અભ્યાસ,આયાસ અને રિયાઝનો મને પણ મોકો મળ્યો. ગઝલ-ક્ષેત્રે કલમને વધુ નક્શીદાર  બનાવવાની મારી મથામણની વચ્ચે, ૨૦૧૨માં તેમને  સ્ટ્રોક અને હ્રદય-રોગનો હુમલો આવ્યો. ઇશ્વર-કૃપાએ બચી  ગયા પણ તેમનું જમણું અંગ ‘પેરાલીસીસ’નો ભોગ થઇ પડ્યુ.

હાલ પરિવાર સાથે પાકિસ્તાન જઇને સારવાર લઇ રહ્યાં છે. ગઇકાલે ફોન પર વાત કરતાં મન ભરાઇ આવ્યું. તેમનો તત્વચિંતનથી ભર્યો શેર ઘણું કહી જાય છે.

“ચહેરા ઉપર ઉભરતી રહી કાળની લકીર,
ને આપણે તો આઇનો જોતા રહી ગયાં”.

આજની મારી ગઝલ ‘રસિક’ મેઘાણીને…..સાદર….

********************                     **********************                      **********************

કવિતા ફૂટતી ક્યાંથી, સુહાની વાત રે’વા દો.     
નકામી માંડ રુઝાયેલ ઘાની વાત રે’વા દો.

ભર્યા ઠાલા અને પોલા, છે અર્થો શબ્દ-કોષોમાં,
પરાયા પોતીકાને જાણવાની વાત રે’વા દો.

જુએ સામે અરીસો લઇ, છતાં ના જાતને જોતા,
મળે ઇશ્વર, તો શું દેખે? બેગાની વાત રે’વા દો.

સુગંધી શ્વાસમાં સૂંઘી, ભરે અત્તરને વસ્ત્રો પર
ફૂલોની પાંદડી તોડી,પીસ્યાની વાત રે’વા દો.

ઝવેરી વેશ પ્‍હેરી વિશ્વને ઘાટે જૂઠા બેઠા,
હિરા ફેંકી, વિણે પત્થર, દીવાની વાત રે’વા દો.

કોઇ લાવો નવા રાજા ને રાણીની કથાવાર્તા,
પરીઓની ખરી ખોટી, રૂપાળી વાત રે’વા દો..

કહ્યું છે સાચું વિજ્ઞાને હજારો વાર પૃથ્વી ગોળ,
મળે રોવાને ક્યાં એકે, ખૂણાની વાત રે’વા દો.

 

Advertisements

5 thoughts on “વાત રે’વા દો…..

 1. પ્રથમ તો શ્રી ‘રસિક’ને ગેટ્વેલ સૂન – ની શુભકામનાઓ દેવિકાબેન…
  પ્રસ્તુત ગઝલમાં સુંદર રદિફ સાથે સંવેદનાઓની ગુંથણી બહુ જ ભાવુક રહી…. – ગમ્યું.

  Like

 2. મજાની ગઝલ.
  રસિકભાઈને, દિલીપ અને હું, પ્રેમથી યાદ કરતા રહિયે છીએ.
  સરયૂના નમસ્તે

  Like

 3. ‘રસિક મેઘાણી’ જેમની શૈલી અને રજુઆત બંને નિરાળા હતાં. ઈશ્વર તેમને જલ્દી હરતાં ફરતાં કરે તેવી પ્રાર્થના.

  “મિત્રો નાતો બાંધ્યો સાહિત્ય સરિતાનો દોર

  ‘રસિકે’ હૈયે સંઘરી છે એ વાત કહેવા દો”

  એમની દરેક ગઝલમાં છેલ્લે તેમનું નામ ‘રસિક’ આવતું હતું.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s