ઉનાળો

ઉનાળો

“વેબગુર્જરી” પરિવારનુ પ્રથમ નવલું નજરાણું એટલેગ્રીષ્મવંદનાનામે ઇપુસ્તક.

તેમાં સમાવેશ પામેલ મારી એક રચના ઉનાળો’  અત્રે સહર્ષ આપની સમક્ષ
***************************
             

   છંદવિધાન   હજઝ- ૨૮ ( લગાગાગા*૪)

ગુજાર્યો જીંદગીનો જે ઉનાળો યાદ આવે છે.
ધરા જેવી હતી હૈયાવરાળો યાદ આવે છે.

સૂકા સૂમસામ રસ્તા પર ફરે ના બે પગુ પ્રાણી,
ઝરે જલધન, મળે માનવ રૂપાળો યાદ આવે છે.

નિશાળોની રજામાં માણવા મળતી મઝા કેવી,
વ્હાલી બાના ગામે કેરીગાળો યાદ આવે છે.

શિશુવયના લડી ઝઘડીને રમતા સાથ સૌ સંગે,
ભગિનીભાઇનો નેહ નિરાળો યાદ આવે છે.

ભલે બાળે ,દઝાડે ઝાળ સૂરજ ચૈત્રવૈશાખે,
મળે જે માર્ગમાં વૃક્ષોનો માળો યાદ આવે છે.

હકીકત તો અનોખી સ્‍હેલ છે સંસાર ઉનાળાની,
સમંદર ઓટ ને ભરતી ઉછાળો યાદ આવે છે.

 

Advertisements

11 thoughts on “ઉનાળો

 1. ઉનાળા અને શિયાળા ન્પર વાંચો મારુ હાઈકું;

  અતિ ’સ્નો’ પછી,
  ગમી ગઇ સહુને-
  ગ્રીષ્મ ગરમી !

  ચીમન પટેલ “ચમન” (૧૮એપ્રિલ’૧૩)

  Like

 2. બળબળતા ઉનાળામાં એ શિશુવયનો કેરીગાળો,
  ભઈ-ભગિનીનો નેહ નિરાળો,
  માર્ગમાં આવતા વૃક્ષોમાં પંખીઓનો માળો,
  સમંદરમાં ભરતી-ઓટનો ઉછાળો…..મનને કેવી તો શાતા આપે છે નહી?

  હજુ ય યાદ છે રસ્તામાં વેરાયેલા શિરીષના રેશમ જેવા મુલાયમ ફુલોનો ઢગલો , પીળોચટ્ટક ગરમાળો, લાલઘુમ ગુલમહોર …

  આજે લાગે છે કે એ ઉનાળો એવો ય આકરો તો નહોતો જ જેવો આજે છે.

  Like

 3. Pingback: ઉનાળો -દેવિકા રાહુલ ધ્રુવ | વિજયનું ચિંતન જગત-

 4. બહુ સરસ ગઝલ.અહીં કવયિત્રીએ હૂબહૂ ઉનાળાનું અાલેખન કર્યું છે તે પણ અભિવ્યક્તિસભર કે તમારું દિલ ડોલી ઊઠે છે અને તમે સ્મરણોમાં ડૂબી જાઓ છો.જાણે તમારું સમગ્ર અસ્તિત્વ અાંદોલિત થઇને ઉનાળાની અનુભૂતિ માણવા લાગે છે.ખૂબ ..ખૂબ અભિનંદન

  Like

 5. દેવિકા,

  બહુજ સરસ,

  અમદાવાદની બપોર યાદ આવી ગઈ,

  આભાર,

  વિનોદ.

  Like

 6. Pingback: ઉનાળો- દેવિકા રાહુલ ધ્રુવ | વિજયનું ચિંતન જગત-

 7. ભલે બાળે ,દઝાડે ઝાળ સૂરજ ચૈત્ર-વૈશાખે,
  મળે જે માર્ગમાં વૃક્ષોનો માળો યાદ આવે છે.
  sundar ….

  Like

 8. સરસ, બાળપણ ની યાદ આવી, નવી પેઢીના છોકરાઓ માટે આ અનુભવ અને આનંદ અકલ્પ્ય છે.

  Like

 9. હકીકત તો અનોખી સ્‍હેલ છે સંસાર ઉનાળાની,
  સમંદર ઓટ ને ભરતી ઉછાળો યાદ આવે છે.

  સરસ ગઝલ. અભિનંદન

  Like

 10. નિશાળોની રજામાં માણવા મળતી મઝા કેવી,
  એ વ્હાલી બાના ગામે કેરીગાળો યાદ આવે છે.
  અમારા બા (દાદી) એમના દીકરી-જમાઈઓને કેરીગાળા માટે ખાસ બોલાવતા એ યાદ આવી ગયું. વિશેષતઃ સુરતમાં કેરીગાળાનો એક આગવો મહિમા છે/હતો. બીજા પ્રદેશોની એટલી માહિતી નથી.

  Like

 11. ગુજરી ગયેલી જીંદગાની આજે લાગે મજાની
  એ માતા પિતા સહોદર આજે યાદ આવે છે

  ઉનાળાની મજા ટી,વી., ટેલિફોન અને સેલ ફોન વગર
  જેણે માણી હોય તે જાણે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s