જુદી જુદી શાન…

જમાને જમાને, જુદી જુદી શાન છે.

વડીલો ખૂણામાં, જુવાનોને માન છે.

 

હતી જે મઝા દાળ લાડુ ને વાલની,

પીઝા,નાન પીટા,સુરાહીને સ્થાન છે.

 

હજ્માજમ જેવા, સૌ રસમ પીરસાતા,

હવે રોજ રોજે, મદિરાના પાન છે.

 

લઇ પેન-પાટી, લખાતો હતો કકકો,

હવે આઇપેડ, આઇફોનોમાં ગાન છે.

 

ગયા ટેલીગ્રામો,પછી ફોન ફેક્સો,

મળે છે ઇમૈલો, ને ટેક્સ્ટના માન છે.

 

કરે દર્શનો સૌ, હવે તો યુટ્યુબ પર,

કથાઓ,ભજન નાટકોના યે નાદ છે.

 

ચઢયા ચાંદ પર ને વળી શોધ મંગળ,

હજી કેમ અંતિમ પળથી અજ્ઞાન છે ?!!

 

9 thoughts on “જુદી જુદી શાન…

  1. હઝલની હરોડમાં હવે આવી ગયા તમે,
    મળશે હઝલમાં સાથ, ફાવી ગયા અમે.

    ચીમન પટેલ “ચમન”

    Like

  2. સરસ, ખૂબ સારી તુલના
    પ્રગતિ [?] પછી પણ અંતિમ સત્ય થી કેટલા દૂર છીએ આપણે

    Like

  3. કરે દર્શનો સૌ, હવે તો યુટ્યુબ પર,
    કથાઓ,ભજન નાટકોના યે નાદ છે.વાહ મજાની હળવી હઝલ…શુક્ર્વારે ફોન કરીશ દેવિકા…મિસ યુ!!! સપના

    Like

  4. From Harnish Jani—-મારાથી મારી કોમેંટ નથી મુકાતી. તો આપ મુકી દેશો.
    દિલ બાગ બાગ થઈ ગયું અને મ્હોં હસુ હસુ થઈ ગયું.

    From Dr.Kamlesh Lulla—-It is very well done and has deep insights about our lives these days.

    FROM SHAILA MUNSHAW—ચઢયા ચાંદ પર ને વળી શોધ મંગળ,
    હજી કેમ અંતિમ પળથી અજ્ઞાન છે ?!!
    Thats why we all still believe in God.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s