મળે છે કંઇ ?

એ કહે છે કંઇ, ને કરે છે કંઇ.
દિલ-દિમાગને, ક્યાં બને છે કંઇ?

કૈં કહે ના, તો યે સમજી જાયે બધુ,
એ નજર પણ, હવે શું જડે છે કંઇ ?

કેટલાં નામ બોલાય છે સાથમાં,
પણ કહો, કૃષ્ણ-રાધા મળે છે કંઇ?

ખુબી જે સાચી છે,તે છબીમાં નથી.
મ્હેંક થૈ આ હવામાં સરે છે કંઇ.

સાચવી સાચવી ત્રાજવે તોલીએ,
પણ સગાંઓ, વહાલાં બને છે કંઇ?

બિંદુની વાતમાં, સિંધુની વાત છે.
શબ્દ ને મૌન વચ્ચે, ફરે છે કંઇ.


Advertisements

10 thoughts on “મળે છે કંઇ ?

  1. હું પણ ડો. મહેશ રાવલ સાથે સંમત થાઉ છું.

    ઉપરાત મને આ શેર વધું ગમ્યો.

    સાચવી સાચવી ત્રાજવે તોલીએ,
    પણ સગાંઓ, વહાલાં બને છે કંઇ?

    આજ વિષય પર એક વિચાર તણખો આજે આવી ગયો છે. જોઇએ કયારે શબ્દદેહ અપાય છે?

    “ચમન”

    Like

  2. સાચવી સાચવી ત્રાજવે તોલીએ,
    પણ સગાંઓ, વહાલાં બને છે કંઇ?
    બિંદુની વાતમાં, સિંધુની વાત છે.
    શબ્દ ને મૌન વચ્ચે, ફરે છે કંઇ.

    વાહ વાહ …. સરસ ફાઇન ગઝલ બની છે…. માર્મિક શેર છે….. આ બે તો ખુબ જ ગમ્યાં

    Like

  3. ‘કંઇની’ શોધમાં કરે પ્રયત્ન કંઈ

    ધરતી અને ગગન મળે છે કંઈ

    તમારી ગજલ ખૂબ ગમી. તમને ખૂબ

    સુંદર ભાવ વ્યક્ત કરતા આવડેછે.

    વાહ વાહ

    પ્રવિણા અવિનાશ

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s