મઝાના દ્વાર…

નથી ભગવાન મળતા કે નથી ઇન્સાન મળતા અહીં,
મળે છે તો બધા સંજોગના પૂતળાઓ મળતા અહીં.

નથી કોઇ લગામો કે નથી કોઈ બીજો કાબૂ,
વિચારો જાણવા કે રોકવા યંત્રો ન મળતા અહીં.

રહીને રામ પણ પૃથ્વી પરે કૈં ના શકે રોકી,
ઈરાદો મંથરાનો જીરવી વનવાસ ચરતા અહીં.

રચે સંસાર સર્જનહાર મૂકી ભાવના ઊંચી,
અગર ભીતર જરી ઝૂકો, મઝાના દ્વાર ખુલતા અહીં…

11 thoughts on “મઝાના દ્વાર…

  1. રચે સંસાર સર્જનહાર મૂકી ભાવના ઊંચી,
    અગર ભીતર જરી ઝૂકો, મઝાના દ્વાર ખુલતા અહીં…

    સરસ

    કોઈ અગોચર ખૂણે બેસી કાન માંડીએ,
    વાગે ઝીણું ઝીણું જંતર, મેઘ-મુબારક !

    Like

Leave a comment