કંઇક સારું લાગે….

આજે વહેલી સવારનો ચાંદ મને ખુબ ગમ્યો.ચમકી ગયા ને ? સવારનો ચાંદ ? હા,શરદપૂનમ પછીની વહેલી સવારનો ચાંદ. રાત આખી યે ખુલ્લાં આકાશમાં એકલો એકલો ફરીને, સમગ્ર વિશ્વને ચાંદનીમાં સ્નાન કરાવતો ચાંદ, પરોઢિયે મને એક તપસ્વી જેવો લાગ્યો,વધુ તેજસ્વી લાગ્યો.

ક્ષણભર એક કલ્પના જાગી કે સાવ ખાલીખમ આકાશમાં એકલો રહીને પણ આ તેજથી ભરપૂર છે; અને ભીડથી ભરેલી ધરતી પર માનવ સાવ ખાલીખમ છે. કદી આ ચાંદ ઇશ્વરનું રૂપ ધરી અહીં ઉતરી ન આવે ?!!!

ને આ તરંગ આરઝુ બની બોલી ઉઠે છે કે……

 અહીં ખાલી ખાલી ને બધું ખાલી લાગે.
તમે આવો બેઘડી તો કંઇક સારું લાગે.

 કાયાની દિવાલે આતમને પૂરી,
તમે પડદે રહો તે કેમ ચાલે ?
અંદર ને અંદર કોઇ બોલ્યા કરે,
સમંદરમાં મીન જેમ તરસ્યાં વહે,
સંવાદી ગીતથી ડોલાવી મનડું,
તમે
એક ક્ષણ ગાઓ તો ન્યારું લાગે,
દરિયાનું જળ પછી મીઠું લાગે, તમે આવો બેઘડી તો કંઇક સારું લાગે

પાંખો પ્રસારી જેમ પંખીઓ ઊડે,
ને
  આભલુ વિશાળતો યે નાનું પડે,
રાતો વીતે ને તો યે વાતો ના ખુટે,
ભવભવના જન્મારા ઓછા પડે,
પાસે બેસી કાવાતો કરીને,
તમે ફેરવો જો હાથ શિર ધન્ય લાગે…
જીવન-કટારી પછી વહાલી લાગે, નહિ તો ખાલી ખાલી ને બધું ખાલી લાગે.
તમે આવો બેઘડી તો કંઇક સારું લાગે,કોઇક મારું લાગે, કંઇક  સારું લાગે.

Advertisements

15 thoughts on “કંઇક સારું લાગે….

 1. દેવિકાબેન,
  ખુબ સરસ કાવ્ય છે.

  કાયાની દીવાલે આતમને પુરી
  તમે પડદે રહો તે કેમ ચાલે ?….કાવ્યમાં ચાંદ તો પ્રતિક છે. તમે એને જે આધ્યાત્મિક સ્પર્ષ આપ્યો છે તે કાવ્યને ઉંચી કોટીનું બનાવે છે.
  મને લાગે છે કે છેલ્લી પંક્તિઓમાં જયાં ‘જીવનકટારી’ શબ્દ લખાયો છે તે કાંઇક ખુંચે છે. કશોક બીજો વધુ યોગ્ય શબ્દ લખાવો જોઇતો હતો એવું મને લાગ્યું. બાકી, આપ કાવ્યસરિતાના વહેણમાં સરસ રીતે વહી રહ્યા છો.

  નવીન બેન્કર

  Like

 2. વાહ દેવિકાબેન ખૂબ સરસ ગીત બન્યુ અને આ પંકતિઓ સરસ બની છે
  કાયાની દિવાલે આતમને પૂરી,
  તમે પડદે રહો તે કેમ ચાલે ?વાહ…

  Like

 3. એક એક શબ્દમાં ચાંદનીની શીતળતાનો મધુ રસ વહી રહ્યો છે.
  અને આ મધુ રસ માણતાં કાન શિર પર ફેરવે હાથ ! વાહ !
  દેવિકાબેન, અતિ સુંદર કલ્પના ! તમે તો પ્રેમ રસ અને મધુ રસમાં તરબોળ કરી દીધા.

  Like

 4. કુદરતનું વર્ણન કઈ ઘડીએ આધ્યાત્મ તરફ દોરી જાય તે ખબર પણ નથી પડતી! Simply beautiful- શબ્દે શબ્દ આત્માને ઢંઢોળે છે. Enjoyed every word!

  Like

 5. ગઇકાલે અને આજે સવારે પણ પૂર્ણ ચંદ્ર જોયો પણ બંને વચ્ચેનો ફરક તમે તો ખુબ જ સરસ રીતે આલેખ્યો.

  Like

 6. દેવિકાબેન,
  તમે આવું સુંદર લખો છો એ સારું લાગે,
  અમારા જેવાને વાંચવું પણ પ્યારું લાગે.

  ચીમન પટેલ “ચમન”

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s