આ લોકો….

જો તોડો વચન તો ડરાવે આ લોકો,
ને પાળો વચન તો રડાવે આ લોકો.

 

એ પાડે દિવાલો, પડે જ્યાં તિરાડો,
બની ખુદ દિવાલો, ડુબાડે આ લોકો.

 

પહેલાં એ કે’તા, ‘શીખો યાદ રાખો,’
હવે ભૂલતા શીખવાડે આ લોકો.

 

જે ખાલી ચણો છે,તે વાગે ઘણો અહીં,
મદારી બની મન, નચાવે આ લોકો.

 

થયો કેમ પત્થરની મૂર્તિ આ ઇશ્વર,
હશે રાઝ એ કે, થકાવે આ લોકો.

 

આ કડવી હકીકત, ને છે સાવ સાચી,
શું જાણી ખુદાને, બનાવે આ લોકો.

 

અખાના જ છપ્પા સમી ‘દેવી’ વાતો,
સજાવી ધજાવી, સુણાવે આ લોકો.

 

Advertisements

16 thoughts on “આ લોકો….

 1. આ કડવી હકીકત, ને છે સાવ સાચી,
  શું જાણી ખુદાને, બનાવે આ લોકો.
  અખાના જ છપ્પા સમી ‘દેવી’ વાતો,
  સજાવી ધજાવી, સુણાવે આ લોકો.
  વાહ…કોઇવાર
  મૌનમાં ક્યારેક વાતો કંઇક
  સુણાવી જાય લોકો !

  Like

 2. આ કડવી હકીકત, ને છે સાવ સાચી,
  શું જાણી ખુદાને, બનાવે આ લોકો. દેવિકા બહુ સરસ ગઝલ થઈ છે…આતો એવું થયું ભાઈ…પેલા ગધેડાને લઈ બાપ દિકરો જતા હતાં તો લોકો કહેતા ગયા એમ એ લોકો કરતા ગયા..અંતે ખબર પડીકે કુછ તો લોગ કહેંગે લોગોકા કામ હૈ કેહના….કર્મ કીયે જા ફલકી ઈચ્છા મત કર!!!!

  Like

 3. મને એક વાક્ય યાદ આવે છે,
  હે ખુદા, મને એ જોઈને હજારવાર હસવું આવે છે
  કે આજે તારા બનાવેલા તને બનાવે છે.
  જો ખુદાને બનાવનારા હોય તો પછી માનવીનું તો પૂછવું જ શું?
  તમારી રચના ખુબ જ સુંદર છે. મઝા આવી ગઇ!
  વિપુલ એમ દેસાઈ
  http://suratiundhiyu.wordpress.com/

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s