ચ્‍હાના ઘૂંટે ઘૂંટે મીઠી,કરીએ મનની વાતો….

રોજ સવારે,ડેક પર સાથે,વાંચીએ ગમતી વાતો,

ચ્‍હાના ઘૂંટે ઘૂંટે મીઠી, કરીએ મનની વાતો.

 

સાંજ જીવનની શરુ થઇ,આ કેવી ક્ષણ ક્ષણ સરકી,

ભીંત પરના તારીખિયાના પાનપાન ઉડાડી,

જોતજોતામાં ઢળી જશે આ સૂરજ પણ મદમાતો,

ચ્‍હાના ઘૂંટે મીઠી કરીએ ચાહથી મનની વાતો.

 

કાલ હતું જે આજ નથી ને આજ છે, ન મળશે કાલે,

લખે વિધાતા ઝાંખી રેખા, કરવી સુંદર મારે-તારે,

તાર જુદા પણ એક જ સૂરમાં ગાશું દિવસ રાતો,

ચ્‍હાના ઘૂંટે મીઠી કરીએ અલકમલકની વાતો.

 

સામે બેઠા પંખી કેવા ડાળ ઉપર મલકતા,

રંગબેરંગી પાંખો લઇને ક્યાં ક્યાં જઇ અટકતા,

દેશ-વિદેશે ઉડી-ફરીને શોધે નિજનો માળો,

એ જ છેલ્લે સાચો, બસ ‘હું ને તું’ નો નાતો….

 

ચ્‍હાના ઘૂંટે મીઠી કરીએ, ચાહથી મનની વાતો.

 

Advertisements

14 thoughts on “ચ્‍હાના ઘૂંટે ઘૂંટે મીઠી,કરીએ મનની વાતો….

 1. રવીવારની સવાર હોય
  હાથમાં છાપું હોય
  પ્રિતમનો સંગાથ હોય
  આદુ,ઈલાયચી વાળી ચહા હોય
  પછી
  ચહાના ઘુંટે ઘુંટે કરીએ મનની મધુરી વાતો
  વિતેલા કાળમાં પહોંચાડી દીધી !

  http://www.pravinash.wordpress.com

  Like

 2. આંખ સમક્ષ તારો ડૅક દેખાયો, રોજ રોજ આવતાં પંખીઓને શાંતીથી નિહાળતાં તમને બન્નેને જોઈ શકું છું અને વગર બોલ્યે પણ હવામાં તરતાં એકમેકનાં સ્નેહને પણ ફૂલોની સુગંધ ભેગી માણી શકું એટલી બોલકી કવિતા માણવાની ખુ………બ મઝા આવી!
  નયના

  Like

 3. દેવિકાબેન,
  બહુજ સુંદર વાતાવરણ સર્જ્યું છે, જ્યાં પ્રેમ, આનંદ, શાંતિ અને જીવનની સચ્ચાઈની પ્રતિતી થાય છે.
  આનાથી વધારે, સુખી દાંપત્ય જીવન માટે શું જોઈએ.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s