
શિખરિણી ( યમનસભલગા-૧૭ )
જૂની મારી પ્યારી, શિશુવયની શેરી ફરી મળી,
દીઠી પોતાને ત્યાં, સહુ સખી સખા સંગ રમતી.
કુકા કોડી ખોખા, રમત ગમતો ખેલી કુદતાં,
દીવાળી હોળી ને, નવલ નવલાં દિન ગમતાં.
નિશાળોના ઘંટો, સકળ મનને યાદથી ભરે,
મીઠી મીઠી બાની, અવનવી કથા આંખ ભીંજવે.
ભલા ભોળા નાના, ભઇ ભગિની કેવાં મન હરે,
અડે હાથો ભીંતે, મૂક મન મૂકી વાતડી કરે !!!!
નથી ક્યાંયે પેલી, સરળસટ શેરી અહીં હવે,
બધું જુદું ભાસે, નિજ-જન ન કોઇ અહીં દીસે.
હવા સ્પર્શે સૂકી, ઝણઝણી શરીરે ફરી વળે,
અજાણી નોખી હું જલસભર નેત્રો ઝમી રહે
અને ખેંચે પૌત્રી,વતનઘરથી દૂરની દિશે;
રહસ્યો યુગોના અતિત-પડળેથી સરી શમે !!!!
******************************************************************************************
સુંદર હસ્તાક્ષરના શિરોમણિ શ્રી નાથાલાલ દેવાણી તરફથી મળેલ ભેટ..

Devika,
This reminds, we are away from HOME.
Nice one.
Thanx and
Regards,
Vinod.
LikeLike
રહસ્યો યુગોના અતિત-પડળેથી સરી શમે !!!!
સંસ્મૃતિની આ શક્તિ જ કવિતા છે.
LikeLike
Awwww! So nice picture and poem. Made my morning.
Thanks Devikaben!
LikeLike
હવા સ્પર્શે સૂકી, ઝણઝણી શરીરે ફરી વળે,
અજાણી નોખી હું જલસભર નેત્રો ઝમી રહે
અને ખેંચે પૌત્રી,વતનઘરથી દૂરની દિશે;
રહસ્યો યુગોના અતિત-પડળેથી સરી શમે !!!!
waaaaah… !! v v v nice ..!!
LikeLike
સરસ રચના. આગળની પણ કવિતાઓ પણ વાંચી, બહુ સરસ.
સરયૂ
LikeLike
સાચેજ શીશુવયના દિવસો સુન્હેરા હોય છે અને તે ક્યારેય નથી ભુલાતા.
LikeLike
શીશુવયનો સુવર્ણ કાળ , સુવર્ણની માફક ખૂબ અણમોલ છે.
સુંદર રચના.
LikeLike
સરસ. હું તો હજુ શિશુવયની શેરીમાં જ છું. બાળપણના સ્મરણો રો જ યાદ આવે છે.
LikeLike
્છંદબધ્ધ સુંદર કાવ્ય
નથી ક્યાંયે પેલી, સરળસટ શેરી અહીં હવે,
બધું જુદું ભાસે, નિજ-જન ન કોઇ અહીં દીસે.
હવા સ્પર્શે સૂકી, ઝણઝણી શરીરે ફરી વળે,
અજાણી નોખી હું જલસભર નેત્રો ઝમી રહે
પંક્તીઓ વધુ ગમી
LikeLike