પૃથ્વી વતન કહેવાય છે….

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પૃથ્વી ઉદય..ચંદ્ર સપાટી પરથી ( Courtsey NASA)

છંદવિધાનઃ રજઝ ૨૮-
ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

**********************************
આકાશની  બારી  થકી  કેવું  જગત  દેખાય  છે ?
અવકાશમાં  ગોળારુપે, જાણે  ચમન વર્તાય  છે.

પૃથ્વી  કહો, અવની  કહો, ક્ષિતિ  કહી માનો  ધરા,
જે  ઈશ્વરે  દીધું  અહીં, એને  જીવન  કે’વાય  છે.

હું કોણ છું ને  ક્યાંનો  છું? પ્રશ્નો  નકામા  લાગતા,
ઇન્સાન છું  બ્રહ્માંડનો, બસ એ કથન  સમજાય  છે.

છોડો બધી વ્યાખ્યા  જુની, જે  જે  વતન  માટે  રચી,
આજે  જુઓ  આ  વિશ્વનું,પૃથ્વી  વતન   કે’વાય  છે.

સંભારજો  સાથે  મળી  સૌ, વિશ્વમાનવની  કથા,
આપી  ગયા  પ્યારા  કવિનું, આ  સપન  સર્જાય  છે.
પૃથ્વી વતન  કે’વાય છે…..

 

18 thoughts on “પૃથ્વી વતન કહેવાય છે….

  1. દેવિકા,

    પૃથ્વી કહો,અવની કહો, ક્ષિતિ કહી માનો ધરા,
    પણ ઈશ્વરે દીધું અહીં, જેને જીવન કહેવાય છે.
    બહુજ સરસ.

    આભાર,

    વિનોદ.

    Like

  2. છોડો બધી વ્યાખ્યા હવે,,ભૂમી તણી વિવિધ ઘડી,
    સામે ઊભી આ વિશ્વનું, પૃથ્વી વતન કહેવાય છે.

    ‘તન છે અહીં, મન છે તહીં’,ગાણા રડી છાના રહો,
    નવયુગની નૂતન કલમને, આ કવન સમજાય છે.

    સરસ

    Like

Leave a reply to vijayshah જવાબ રદ કરો