દિવ્ય દર્પણ.

એવું કોઇ દર્પણ લઇ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.

દિવડાની ઝીણી આશકાને નિરખી,
ભિતરના ઓજસની ઝાંખી કરી,
તન-મનની શુધ્ધિની આરતી ઉતારે.
એવું કોઇ દર્પણ લઇ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.

રસ્તે પડેલા કોઇ કંકરને હાથ ધરી,
સ્નેહે સંભાળીને, પ્રેમથી પંપાળી,
મૂર્તિ બનાવી, એમાં પ્રાણ પૂરી આપે.
એવું કોઇ દર્પણ લઇ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.

કાગળ પર ફરતી કલમની કમાન,
કાપે છો જોજન આ શબ્દો ચોપાસ,
અક્ષર એક પામે જ્યાં સત્ય આરપાર,
એવું કોઇ દર્પણ લઇ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.

Advertisements

4 thoughts on “દિવ્ય દર્પણ.

 1. દેવિકા,

  દિવડાની ઝીણી આશકાને નિરખી,
  ભિતરના ઓજસની ઝાંખી કરી,
  તન-મનની શુધ્ધિની આરતી ઉતારે.
  એવું કોઇ દર્પણ લઇ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.

  બહુજ સરસ.

  વિનોદ.

  Like

 2. પ્રતિભાવ ઇમેઇલથી આપવા બદલ નીચે દર્શાવેલ મિત્રોનો ખુબ ખુબ આભાર.

  FROM:Mukund Gandhi
  TO:Devika Thursday, June 14, 2012 8:18 AM
  દેવિકાબેન,
  તમારી આ રચનાની પ્રથમ પંક્તિ અત્યંત સુંદર છે !
  ” એવું કોઇ દર્પણ લઇ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.”
  મુકુંદ

  FROM:Vilas Bhonde
  TO Devika Thursday,
  June 14, 2012 8:32 AM
  આ કલ્પના જ કેટલી સરસ છે. આપણે હમેશા બાહ્ય રુપ ઉપર ધ્યાન આપીએ છીએ.
  આંતર ખોજથી જ ઈશ્વર પામી શકાય. ખુબ સરસ.
  Vilas M Bhonde

  FROM:pravina kadakia
  TO:Devika
  Thursday, June 14, 2012 9:11 AM
  Wonderful poem. can not put on comment box.
  pravinaAvinash

  FROM: Pravin Patel ‘Shashi’
  TO:ddhruva1948@yahoo.com
  Thursday, June 14, 2012 9:46 AM
  દેવિકા-દર્પણ જૂઠ ના બોલે,દર્પણ માટે બે એક સાથે વિચારે તેને શું કહીશું ?
  PRAVIN PATEL ‘SHASHI’
  Poet/Writer/Novelist

  Like

 3. હુ માનુ છુ ત્યાં સુધી આપણો આત્મા જ દિવ્ય દર્પણ છે જે અંતરનુ રૂપ બતાવી શકે, એક આત્મા એવો છે જે સત્યના દર્શન કરાવે છે.

  ઉંડા ચિંતનથી ભરેલ બહુજ સુંદર રચના.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s