એકાંતી મોતી

 “સબરસગુજરાતી” પર યોજાયેલ ‘એકાંત’ વિષયક સ્પર્ધામાં નોંધપાત્ર રચનાઓમાં પ્રથમ સ્થાન પામેલ આ “એકાંતી મોતી”…..

 

એકાંતી મોતી અમે વીણવાને બેઠા, ત્યાં વળગીને આવી અમોલી વાત.
સદીઓથી  સંતો ને સૂફીઓએ દીઠા, રત્નો પામે માણસની જાત!

                      કોઇ  કહે  એકાંત મુજને  છે વહાલું,
                      
ને  કોઇ  કહે એકાંત લાગે અકારું;
                     ખુદને   ડુબાડી  ભીતરમાં  જઇ  જોઇ,
                     
મોંઘી ત્યાં જોડી જીવશિવની નોખી.

નીરવ  વનમાં  કોયલના  ટહુકા શી  મૌનના કોગેબી પડઘાની વાત,
એકાંતે  સંતો ને સૂફીઓએ  દીઠા, રત્નો   પામે માણસની જાત!

                      ધરતીને ઓઢાડી,સૂવાડી ડૂબે,
                      
પેલો સૂરજ પણ એકાંતી દરિયે;
                      
નીરખે બંધ આંખે ને ઊંડે જઇ ભરે,
                     
અજવાળા લાવી ને દુનિયા પર વેરે.

વાલિયા  લૂંટારાની  કાયાપલટ  કરે, એકાંતી એવી વાલ્મીકિ ભાત!!
સદીઓથી સંતો ને સૂફીઓએ દીઠા, રત્નો પામે માણસની જાત!

                      શબ્દોને  પાર, દૂર મૌનને  આવાસ,                     
                      
ક્ષણ સંભળાય ઉર એકાંતી નાદ;
                      અદ્વૈત આનંદ ને ઉજ્જવલ ઉજાસ,                     
                      
બસ આરપાર રોમ ઓમ શાંત..

અહમ્બ્રહ્માસ્મિનેસોહમ્‍”ના તારની અદ્ભૂત સરગમ દે અનંતનું ગાન,
એકાંતે  સંતો ને સૂફીઓએ દીઠા, રત્નો પામે માણસની જાત!

Advertisements

13 thoughts on “એકાંતી મોતી

 1. “ગુજરાતી સૂફી”પરંપરાની સુંદર ગૂંથણી.
  વાલિયા લૂંટારાની કાયાપલટ કરે, એકાંતી એવી આ વાલ્મીકિ ભાત!!
  સદીઓથી સંતો ને સૂફીઓએ દીઠા, એ રત્નો ન પામે આ માણસની જાત!

  Like

 2. કોઇ કહે એકાંત મુજને છે વહાલું,
  ને કોઇ કહે એકાંત લાગે અકારું;
  ખુદને ડુબાડી ભીતરમાં જઇ જોઇ,
  મોંઘી ત્યાં જોડી જીવ-શિવની નોખી……
  Happy MahaShivratri…

  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

  Like

 3. એકાંતને માણે ને જાણે કોઈ જોગી

  વેરી ભાસે એકાંત, ભોગી યા રોગી

  એકાંત ને સુંદર રીતે ઉપસ્યો છે.

  અતિ સુંદર

  Like

 4. ખુદને ડુબાડી ભીતરમાં જઇ જોઇ,
  મોંઘી ત્યાં જોડી જીવ-શિવની નોખી.

  khub sundar.

  Like

 5. તમે તો પોહોચેલી માયા છો. આધ્યાત્મિકતા ને બહુજ સરસ રીતે સમજાવી.પ્રભુની ભાષા મૌન છે . એ તો આપણી અંદરજ છે. પણ આપણે અંદર જોતાજ નથી.

  Like

 6. કોઇ કહે એકાંત મુજને છે વહાલું,
  ને કોઇ કહે એકાંત લાગે અકારું;

  Reality of life so well written in words in a beautiful rhythmic poem form.

  Mukund Gandhi

  Like

 7. The poem contains deep inner thought, cream of solitude and gratitude of finding one’s identity from within. Nice poem. Thank you for sharing.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s