જીંદગી જાદુગરનો ખેલ છે….

 

 

અછાંદસઃ

  

જીંદગી અટપટી છે….

વાળની ગૂચ જેવી અણઉકલી છે.

કોઇને મન ઉજવણી છે,તો

કોઇને ઘર પજવણી છે.

એ તો સમયના પાટા પર

સતત ચાલતી ગાડી છે.

કદી લાગે સફર સુહાની છે,તો

કદી લાગે અમર કહાની છે.

હકીકતે તો જીંદગી,

મૃત્યુના માંડવે દોડતી બેગાની છે !

એ વેળાવેળાની છાંયડી છે દોસ્તો !

દરિયામાં ચાલતી નાવડી છે.

સંજોગની પાંખે ઉડતી પવનપાવડી છે.

જીંદગી તો જી-વન છે.

જીવની અપેક્ષાઓનું વન..

એમાં ફૂલો ભરી બાગ કરો,

કે કાંટાભરી વાડ કરો,

જંગલ કરો કે મંગલ, 

મધુરી કહો કે અધૂરી ગણો, 

મનની સમજણનો સાર છે, 

બાકી તો જાદુગરનો ખેલ છે !!!!!

 

9 thoughts on “જીંદગી જાદુગરનો ખેલ છે….

  1. જીંદગી અટપટી છે….વાળની ગૂચ જેવી અણઉકલી છે.
    આ ઇમેજ અને વળ તમારી પાસેથી જ અપેક્ષિત હોય ,સરસ.

    Like

  2. દેવિકા,
    સરસ. સરયૂની શુભેચ્છા.
    તે સ્‍હેજઃ “નીતરતી સાંજ” પુસ્તક સાહિત્ય સરિતામાં સરવા દેશો.

    Like

  3. Khub saras.
    જીંદગી કવિ ની કવિતા છે,લેખક નો લેખ,
    ગાયકો નું ગીત છે,જુગારી નો જુગાર.
    હકીકતમાં છે તો ઈશ્વર ની રચનાજ,
    જેમાં નિયતિ જ સર્વસ્વ છે.

    Like

  4. tu je badhu mokle che khub sunder che vachvani maja aave che.buddhiben matelakhelu te avu lagyu ke pote boli rahya hoyavo bhas thyo.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s