નાતાલનો નજારો

 

પ્રવીણભાઇ પટેલ “શશી” ની  “My Christmas Wish” ની ભાવનાને મેં  છંદમાં ગૂંથીને ગઝલ    બનાવી. તે આજે પ્રસ્તૂત છે…

( છંદવિધાનઃરજસ-૨૮)

*************************                       ***************************

નાતાલનો આ તાલમાં, જુઓ નજારો છે અહીં,
આનંદ ને ખુશાલીનો, કેવો ઝગારો છે અહીં !

અવસર અહીં મસ્તીભરી, માણો સહુ સાથે મળી,
રંગો અને આ રોશની ઝરતો ફુવારો છે અહીં.

 જુઓ તમે જો ધ્યાનથી, સંદેશ છે ઈશુ તણો,
કે “સંપ હો ત્યાં જંપ”નો, મોંઘો ઇશારો છે અહીં.

ખુશી ખુશી ગાઓ તમે, આબાદ ને આઝાદ રો’,
શાંતિ જગાવી લો પછી, ન કો’ કિનારો છે અહીં.

વાંછુ સદા ખોબો ભરી, નવવર્ષના મુબારકો,
‘સર્વે ભવો નિરામયા”, દિલના પુકારો છે અહીં.

Advertisements

11 thoughts on “નાતાલનો નજારો

 1. નાતાલનો આ તાલમાં, જુઓ નજારો છે અહીં,
  આનંદ ને ખુશાલીનો, કેવો ઝગારો છે અહીં !
  સર્વને નાતાલ મુબારક..

  Like

 2. Merry Christmas to all friends.

  BAHU SARAS GHAZAL DEVIKA BAHEN. SUNDER BHAVNA.
  And just to bring to your kind notice:
  I think it should be NAZARO instead of NAJARO.
  Also, AVSAR MASTIBHARYO instead of MASTIBHARI
  Kindly correct me if I am mistaken.
  Akber Lakhani

  Like

 3. સુંદર સમયે સુંદર રચના

  મારું હાઇકુ યાદ આવ્યું તે મુકું છું.

  લાવી નાતાળ

  જુની પુરાણી યાદો

  પરદેશમાં!

  Like

 4. શ્રી અકબર લાખાણી.પ્રતિભાવ બદલ આભાર. રોશનીભર્યો શબ્દ અહીં ફુવારાના વિશેષણ તરીકે છે. બીજું “ભર્યો ” છંદનું વજન જાળવે છે..
  નઝારા આમ તો હિન્દી શબ્દ છે.છતાં અહીં વધુ ઉચિત છે એ વાત સાથે સહમત છું. ફરી એક વાર આપનો આભાર.

  Like

 5. અવસર અહીં મસ્તીભરી, માણો સહુ સાથે મળી,
  રંગો અને આ રોશની ભર્યો ફુવારો છે અહીં.
  nice.

  Like

 6. સરસ ગઝલ …સુંદર રજૂઆત.
  લાખાણી ભાઈએ રોશની માટે નહીં પરંતુ અવસર માટે બીજા શેરમાં ભર્યો કરવાનું સુચવેલું છે, જે ઉચિત છે. બીજા શેરમાં અવસર અહીં મસ્તીભર્યો હોવું જોઈએ, એમ મારું પણ માનવું છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s