મિત્રની મોસમ..


પ્રકૃત્તિની મોસમ તો ત્રણ માસ હોય છે.
સુ-મિત્રોની મોસમ તો બા‌ર‍માસ હોય છે. 

નજીક હો કે દૂર હો, દિવસ હો કે રાત્રિ,
અનુભૂતિ હૈયાની આસપાસ હોય છે.
 

ભલે હો સમયનું કે અંતર હો સ્થળનું,
પળેપળ ભીતરમાં અહેસાસ હોય છે.
 

રચાઇ ગયેલો ને શર્તો વિનાનો,
રુદિયાને માળે એ આવાસ હોય છે.
 

શિયાળો, ઉનાળો કે વર્ષા ઋતુ હો,
સતત સ્નેહની ત્યાં તો સુવાસ હોય છે.
 

ઋતુઓના રંગી‍ન્ નઝારા સરીખો
નિકટતાનો નોખો એ વિશ્વાસ હોય છે.
 

પ્રકૃત્તિની મોસમ તો ત્રણ માસ હોય છે.
સુ-મિત્રોની મોસમ તો બાર્‍માસ હોય છે.

 

 

Advertisements

13 thoughts on “મિત્રની મોસમ..

 1. adbhut rachana chhe. have pachhi gujarati ma comment lakhish.
  hardik abhinandan
  mitro ni suvas give and take thi male mate sahitya sarita ni seva karta raho ane suvas pamta raho.

  Like

 2. સરસ વાંચવી ગમે તેવી ગઝલ છે મૈત્રીની આ મોસમ સદાકાળ હરિયાળી રહે તે અપેક્ષા.

  Like

 3. ખુબ ખુબ ગમ્યુ-ઘણું બધું કહ્યું, ઘણુ બધુ સમજી અને એટલે જ આપણી મૈત્રીનું અંતરની ગુહાઓમાંથી ગૌરવ અનુભવુ છું.Thanks.
  નયના

  Like

 4. દેવિકા,

  શરુઆત જ અતી સુન્દર છે.

  પ્રકૃત્તિની મોસમ તો ત્રણ માસ હોય છે.
  સુ-મિત્રોની મોસમ તો બા‌ર‍માસ હોય છે.

  બહુજ ગમી.

  વિનોદ.

  Like

 5. દેવિકાબેન,

  તમારી ગઝલ પર કોમેન્ટ શું કરી એ?
  તમારી પાસેતો વિવિધ વિચારો હોય છે!

  ચીમન પટેલ “ચમન”

  Like

 6. ‘નજીક હો કે હો દૂર..’
  ‘ભલે હો સમયનું કે અંતર હો સ્થળનું..’

  કોઇ દૂર ગયેલા મિત્રને અનુલક્ષીને આ ગઝલ લખાઇ હોય એવું
  લાગે છે….
  મિત્રોમાં યે ‘સુ-મિત્રો’ અને ‘કુ-મિત્રો’ એવું હોય ???

  ખુબ સરસ લખાયું છે…

  નવીન બેન્કર

  Like

 7. સરસ, મૈત્રી વિષે આટલું
  સુંદર અને ટુંકાણમાં નહોતું વાચ્યું.
  જેના વિષે આલખ્યું છે તે મિત્ર નસીબદાર છે

  Like

 8. રચાઇ ગયેલો ને શર્તો વિનાનો,
  રુદિયાને માળે એ આવાસ હોય છે.
  khub sundar.

  Like

 9. પ્રકૃત્તિની મોસમ તો ત્રણ માસ હોય છે.
  સુ-મિત્રોની મોસમ તો બા‌ર‍માસ હોય .waah waah…bahu j gamyu aa to…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s