મુક્તકો

 

કદીક મનને સજાવ્યું હતું,

કદીક મનને મનાવ્યું હતું,

ખુશી દર્દના દરિયા વચ્ચે,

જીવન કેવું આ વહાવ્યું હતુ ?!!

**************           *************

ખુશી જો મળે તો કવન ફૂટે છે,

પીડાઓ મળે તો ગઝલ છૂટે છે,


અગર જો કશું ના મળે તો લાગે,


સવારે સવારે કલમ રૂઠે છે.

**************             **************

 આ વરસાદના ફોરાં છે ?

કે સમયની ધારા છે !


જલના ટીપાંઓ સાગરમાં,


કે પળના મોતી યુગથાળામાં છે ?!!!

*************           ***************

Advertisements

9 thoughts on “મુક્તકો

 1. દેવિકા,

  કદીક મનને સજાવ્યું હતું,

  કદીક મનને મનાવ્યું હતું,

  ખુશી-ગમના દરિયા વચ્ચે,

  જીવન કેવું વિતાવ્યું હતુ?

  સૌથિ વધારે ગમ્યુ,

  વિનોદ.

  Like

 2. સુંદર કાવ્યાત્મક અભિવ્યક્તિ છે.જો થોડી માવજત કરવામાં આવે તો છંદમાં ઘણી સહેલાયથી ગોઠવી શકાય.
  પ્રથમ મુકતકમાં પહેલા બે મિસરા
  કદીક મનને સજાવ્યું હતું,
  કદીક મનને મનાવ્યું હતું,
  લગાગાલગા લગાગાલગા બંધારણમાં છે.
  આખું મુકતક થોડા વધુ પ્રયત્નથી આ બંધારણમાં બેસી શકે છે.
  ક્ષમા યાચના સાથે–વફા

  Like

 3. મિત્રો,
  ઘણા સમય પછી, બ્લોગમાં આવ્યો,
  છેલ્લા કેટલાય સમયથી એક વાર્તાનો પ્લોટ મારા મગજમાં રમી રહ્યો હતો, અને આજે તક મળી ગઇ એને બહાર લાવવાની, જીવનમાં પ્રથમ જ વખત વાર્તા લખવાનો વિવેકી અને નમ્ર પ્રયાસ કર્યો છે, અને વાર્તા પણ કેવી ! એક રહસ્યમય, ભાષાને શક્ય એટલી સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે, અને વાર્તાને ન્યાય આપવાનો પૂરતો પ્રયાસ કર્યો છે. છતા પણ મારી આ પ્રથમ વાર્તા છે, ભૂલો તો મેં ચોક્કસ જ કરી હશે, મિત્રો ને મારી વિનંતી છે કે આપનો અભિપ્રાય મને ચોક્ક્સથી આપજો, અને મારી ભૂલ પ્રત્યે મારૂં ધ્યાન દોરજો, જેથી વાર્તાનો અગામી અંક ચોંટદાર અને વધુ રહસ્યમય બનાવી શકું.
  મિત્રો મને આપના અભિપ્રાયની ઇંતેજારી રહેશે
  આપના આગમનની પ્રતિક્ષાએ
  — કુમાર મયુર —

  Like

 4. મહમ્મદઅલીભાઇ, પ્રતિભાવ અને માર્ગદર્શન બદલ ખુબ ખુબ આભાર. આપના સૂચન અનુસાર પ્રથમ મુક્તક મઠાર્યું છે..

  Like

 5. વાહ! આખી જીંદગી એ મનને શું શું નથી કર્યું?-એને માર્યું છે, ડાર્યું છે અને ક્યારેક મનને મોઢે હાથ દઈને વાર્યું છે. સજાવ્યું અને મનાવ્યુંની વચ્ચે સઘળુ આવી ગયું. કિનારે ખુશી જોઈને આગળ તો ગયા પરંતુ મધદરિયે દર્દના વમળમાં એવાં તો ડૂબ્યા કે ન તરી શક્યા, ન વહી શક્યા કે ન તો પાછા વળી શક્યા!

  Like

 6. ખુશી દર્દના દરિયા વચ્ચે,
  જીવન કેવું આ વહાવ્યું હતુ ?!!
  khub sundar

  Like

 7. અગર જો કશું ના મળે તો લાગે,

  સવારે સવારે કલમ રૂઠે છે.
  very nice

  A writer’s block, just like tennis elbow- unwelcome but always a threat!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s