ખુશ્બૂ-ભીની સવાર..

    હ્યુસ્ટનની આજની  (૨૨મી નવે.) ની સવાર… 


 

      મને આવી સવાર ગમે.
      ખુશ્બૂ-ભીની બહાર ગમે. 

અંધારને ઉઘાડતું, શબ્દોને જગાવતું,
આછેરા અજવાસનું, કુણું કુણું પ્રભાત ગમે. 

       મને આવી સવાર ગમે.
       ઝરમરતી જલધાર ગમે. 

યાદોને પંપાળતી, અંતરને અજવાળતી,
ચરણને પડકારતી,
ભીની ભીની રાહ ગમે. 

       મને આવી સવાર ગમે.
       ફરફરતી જલધાર ગમે.

 આભને છલકાવતો, ધરતીને પખાળતો,
માટીને મ્હેંકાવતો,  કુદરતનો પ્રસાદ ગમે. 

        મને આવી સવાર ગમે.
        ઝીલમીલતી  જલધાર ગમે. 

મનમર્કટને માંજતો, ઘન-ગર્જન અટકાવતો,
બાજીગરને સ્મરાવતો, ધીરો ધીરો વરસાદ ગમે. 

       મને આવી સવાર ગમે.
       ખુશ્બૂ-ભીની બહાર ગમે.

 

 

 

 

Advertisements

10 thoughts on “ખુશ્બૂ-ભીની સવાર..

 1. દેવિકા,

  અંધારને ઉઘાડતું, શબ્દોને જગાવતું,
  આછેરા અજવાસનું, કુણું કુણું પ્રભાત ગમે.

  બહુજ ગમ્યુ,

  વિનોદ.

  Like

 2. મને આવી કવીતા ગમે

  તમે આવું લખો એ ગમે

  ખુબ સુંદર ! ખુબ સુંદર !!

  ચીમન પટેલ “ચમન”

  Like

 3. ન્યુ જર્સીની –થેન્કસ ગિવીંગ સવાર
  મને આવી સવાર ન ગમે.
  ખુશ્બુ કે બહાર ન મળે
  પ્રકાશને ગળતું અને શબ્દોને દબાવતું
  અજવાસ વિનાનું ભીનું ભીનું પ્રભાત ગમે?
  મને આવી સવાર ન ગમે.
  ધોધમાર જળરાશી ન ગમે.
  યાદોને પલાળતી,અંતરને ડૂબાડતી.
  ચરણને ચોંટતી કાદવવાળી રાહ ગમે?
  મને આવી સવાર ન ગમે.
  સવારમાં વરસતો નાયગરા ન ગમે.
  આભને ઢાંકતો ધરતીને છલકાવતો.
  માટીને ગુંદતો કુદરતનો ત્રાસ ગમે ?
  મને આવી સવાર ન ગમે
  છતરીયાળી જલધાર ન ગમે.
  મનમર્કટને નશો ચઢાવતો, કુણો કુણો હુંફાળો
  કામિનીને સ્મરાવતો, તડકો ચોક્કસ ગમે.
  હરનિશ જાની (યુ.એસ.એ.)

  Like

 4. કુદરત નો પ્રસાદ ગમે
  બાઝીગરને સ્મરાવતો
  વાહ વાહ , શું વાત છે
  સરસ

  Like

 5. મને આવું પ્રકૃતિથી મઘમઘતું ગીત ગમે મને આવી સરસ સવાર ગમે..હ્યુસ્ટનનૂ સવાર જોવા આવવું પડશે અહિં શિકાગોમાં તો પવનનાં સૂસવાટા છે..અને વાદળ છે

  સપના

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s