પીવાઇ ગયું….

 

  

 છંદવિધાનઃ    ષટકલ ૧૭-વિષમ 

પોત આ રાહનું વણાઇ ગયું.
કાળની સોયથી સીવાઇ ગયું.

દિલડું એવું તો ચીરાઇ ગયું,
લોહી ઉડી નભે ચિત્રાઇ ગયુ. 

દેહના રાગની કથા શું કરવી ?
સઘળું યે મોહમાં લીંપાઇ ગયું. 

વીસરી દીધા લો કટુ વચનો,
પ્રેમમાં ઝેર પણ પીવાઇ ગયું.

શ્વાસ છે તો જ છે બધું અહીંયા,
બાકી તો ફ્રેમમાં ટીંગાઇ ગયું.

 

15 thoughts on “પીવાઇ ગયું….

  1. શ્વાસ છે તો જ છે બધું અહીંયા,
    બાકી તો ફ્રેમમાં ટીંગાઇ ગયું.
    જીવનની બે અવસ્થા-લાડામાંથી આવતા પવનવાળી હુંફાળી અને બીજી લાકડામાં ફ્રિઝ થઈ ગયેલી રુપાળી-ને લાક્ષણિક રીતે મુકી આપી છે ગમ્યું.

    Like

  2. દેવિકા,

    શ્વાસ છે તો જ છે બધું અહીંયા,
    બાકી તો ફ્રેમમાં ટીંગાઇ ગયું.

    બહુજ સરસ,

    વિનોદ.

    Like

  3. વીસરી દીધા લો કટુ વચનો,
    પ્રેમમાં ઝેર પણ પીવાઇ ગયું.

    લાંબા સહજીવનનું ઘુંટાયેલું સત્ય….

    શ્વાસ છે તો જ છે બધું અહીંયા,
    બાકી તો ફ્રેમમાં ટીંગાઇ ગયું.

    ઉત્તમ વાત

    Like

  4. જીવનની નગ્ન સત્યતા છતી કરી છે.

    ૧. કટુ વચનો ભુલવાની

    ૨. ફ્રેમમાં ટીંગાઈ જવાની

    ૩. શ્વાસ યા સાથ હોય કે ન હોય

    શેષ જીવન વિરહે જીવાઈ ગયું

    બહુ સ્રરસ વાત કહી દેવિકા બહેન

    Like

  5. કેટલીક ઇમેઇલથી મળેલાં પ્રતિભાવો…
    ૧ ) વસંત પરીખ તરફથી-Most effective and giving useful message.
    Regrds. Vasant Parikh
    .
    ૨) વિપુલ માંકડ તરફથી- Lovely poem! Thank you for sharing.
    Vipul
    ૩) મુકુન્દ ગાંધી તરફથી –
    દેવિકાબેન,
    સૌ પ્રથમ તમને ઉંચ્ચ શિખર સર કરવા માટેના અભિનંદન.
    તમારી આ પંકતીઓમાં તો અત્યંત ગહન અર્થ વ્યક્ત થયો છે ! ! !
    મુકુંદ

    Like

  6. વીસરી દીધા લો કટુ વચનો,
    પ્રેમમાં ઝેર પણ પીવાઇ ગયું.

    હળાહળ પચાવ્યા સિવાય ક્યાં શંકર થવાય છે? આટલી સમજ હોય તો જીવન સરળ અને મધુર બની જાય.

    Like

  7. વીસરી દીધા લો કટુ વચનો,
    પ્રેમમાં ઝેર પણ પીવાઇ ગયું.
    Khub khub khuba j saras.

    Like

  8. સાચી વાત.શ્વાસ છે તો બધું છે. મોહ માયા માં લીમ્પાયેલા આપણે ખોવાઈ ગયા છીએ, ક્યારે બહાર નીકળીશું?

    Like

  9. વીસરી દીધા લો કટુ વચનો
    પ્રેમમાં ઝેર પણ પીવાઇ ગયું
    ઘણુ સરસ
    ભુતકાળ ભુલો તો જ વર્તમાન માણી શકાય
    આ રીતે કાયમ સૌ મિત્રો સાથે વર્તમાન માણતા રહીએ

    Like

  10. Devika Bahen,
    I too sent my comments on ‘PIVAY GAYOON’
    Didn’t you receive it?!
    Or didn’t you find it worth responding?!
    Akber Lakhani

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s