પીવાઇ ગયું….

 

  

 છંદવિધાનઃ    ષટકલ ૧૭-વિષમ 

પોત આ રાહનું વણાઇ ગયું.
કાળની સોયથી સીવાઇ ગયું.

દિલડું એવું તો ચીરાઇ ગયું,
લોહી ઉડી નભે ચિત્રાઇ ગયુ. 

દેહના રાગની કથા શું કરવી ?
સઘળું યે મોહમાં લીંપાઇ ગયું. 

વીસરી દીધા લો કટુ વચનો,
પ્રેમમાં ઝેર પણ પીવાઇ ગયું.

શ્વાસ છે તો જ છે બધું અહીંયા,
બાકી તો ફ્રેમમાં ટીંગાઇ ગયું.

 

Advertisements

15 thoughts on “પીવાઇ ગયું….

 1. શ્વાસ છે તો જ છે બધું અહીંયા,
  બાકી તો ફ્રેમમાં ટીંગાઇ ગયું.
  જીવનની બે અવસ્થા-લાડામાંથી આવતા પવનવાળી હુંફાળી અને બીજી લાકડામાં ફ્રિઝ થઈ ગયેલી રુપાળી-ને લાક્ષણિક રીતે મુકી આપી છે ગમ્યું.

  Like

 2. વીસરી દીધા લો કટુ વચનો,
  પ્રેમમાં ઝેર પણ પીવાઇ ગયું.

  લાંબા સહજીવનનું ઘુંટાયેલું સત્ય….

  શ્વાસ છે તો જ છે બધું અહીંયા,
  બાકી તો ફ્રેમમાં ટીંગાઇ ગયું.

  ઉત્તમ વાત

  Like

 3. જીવનની નગ્ન સત્યતા છતી કરી છે.

  ૧. કટુ વચનો ભુલવાની

  ૨. ફ્રેમમાં ટીંગાઈ જવાની

  ૩. શ્વાસ યા સાથ હોય કે ન હોય

  શેષ જીવન વિરહે જીવાઈ ગયું

  બહુ સ્રરસ વાત કહી દેવિકા બહેન

  Like

 4. કેટલીક ઇમેઇલથી મળેલાં પ્રતિભાવો…
  ૧ ) વસંત પરીખ તરફથી-Most effective and giving useful message.
  Regrds. Vasant Parikh
  .
  ૨) વિપુલ માંકડ તરફથી- Lovely poem! Thank you for sharing.
  Vipul
  ૩) મુકુન્દ ગાંધી તરફથી –
  દેવિકાબેન,
  સૌ પ્રથમ તમને ઉંચ્ચ શિખર સર કરવા માટેના અભિનંદન.
  તમારી આ પંકતીઓમાં તો અત્યંત ગહન અર્થ વ્યક્ત થયો છે ! ! !
  મુકુંદ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s