મળવા તને…

 

ક્યાં ક્યાં નથી શોધ્યો તને, આંખો થકી જોવા તને,
શબ્દો મહીં ભાવો ભરી, હૈયે જડી ચૂમવા તને. 

સંગીતના સૂરો મહીં, સાગર તણાં મોજા અને,
ક્યાં ક્યાં નથી શોધ્યો તને, કર્ણો થકી સૂણવા તને. 

ચિત્રો અને શિલ્પો મહીં, રેતી અને ઝાકળ પરે,
ક્યાં ક્યાં નથી શોધ્યો તને, હાથો વડે અડવા તને. 

સ્વદેશમાં, પરદેશમાં, આકાશમાં, પાતાળમાં,
મંદિર ને મસ્જિદમાં, પાયે પડી પૂજવા તને.

સુધ-બુધ ભૂલી મીરાં અને પાગલ બની શબરી અહીં,
ક્યાં ક્યાં નથી શોધ્યો તને,તનમન થકી મળવા તને. 

આવી અહીં બસ એક પળ, શોધે મને તો જાણી લઉં,
ભક્તિ કદી ખોટી નથી, ઇન્સાનની ઝુકવા તને ! 

 

Advertisements

13 thoughts on “મળવા તને…

 1. આવી અહી બસ એક પળ,શોધે મને તો જાણી લઉ,
  ભક્તિ કદી ખોટી નથી ,ઈન્સાનની ઝુકવા તને.

  વાહ બહુજ સરસ ભાવ છે, ઈશ્વરને બધેજ શોધ્યો,
  કવીનુ હ્રદય કહે છે, હવે તૂ મને શોધે તો જાણુ.
  સાચેજ ભક્તિ પરાકાષ્ટાએ પહોચે ત્યારે ભગવાને
  ભક્ત પાસે દોડવુ જ પડે છે.

  દેવીકાબેન ભાવ ભરેલ શબ્દોથી ભરેલ બહુજ સુન્દર રચના.

  Like

 2. સરસ. દરેક લાઈન સારી છે.

  નમ્રસુચનઃ ભક્તિ કદી દેતી નથી, ઇન્સાનની ઝુકવા તને.
  આગળની લાઈનમાં શોધવા આવ એવી challenge છે, પણ ઇન્સાને ભક્તિથી બહુ ઉંચે બેસાડી દીધો છે.
  સરયૂ

  Like

 3. આવી અહીં બસ એક પળ, શોધે મને તો જાણી લઉં,
  ભક્તિ કદી ખોટી નથી, ઇન્સાનની ઝુકવા તને !

  Khub j saras. Prem ni parakashtha chhe.
  આવી અહીં બસ એક પળ……..
  “Aa ji le ek pal me so janam…..”

  Like

 4. આપની કવિતા ખુબ સરસ છે.પ્રભુને મળવાની, જોવાની, પુજવાની તાલાવેલી અને શોધવાના પ્રયત્નોની વાત સરસ લાગે છે. મેં તો ક્યારેય એને જોવાની, શોધવાની,પુજવાની તાલાવેલી અનુભવી નથી એટલે આપની આ ઉત્કટતાની વાત મારા મનઃપ્રાણ સુધી પહોંચી શકતી નથી.કાવ્ય તરીકે અતિસુંદર..કર્ણપ્રિય પણ ખરું જ. જે કાવ્યના ભાવ સાથે મારા મનના તાર જોડાય છે તે જ મને સ્પર્શે છે.
  નવીન બેન્કર
  નૂતન વર્ષ.

  Like

 5. દેવિકા,

  સ્વદેશમાં, પરદેશમાં, આકાશમાં, પાતાળમાં,
  મંદિર ને મસ્જિદમાં, પાયે પડી પૂજવા તને.

  બહુજ સરસ,

  વિનોદ.

  Like

  • સ્વદેશમાં, પરદેશમાં, આકાશમાં, પાતાળમાં,

   મંદિર ને મસ્જિદમાં, પાયે પડી પૂજવા તને

   જ્યાં શોધવાનો છે ત્યાં જોતાં નથી

   જરા નજર નીચી ઢાળો અંતરમાં બિરાજમાન છે.

   ખૂબ સુંદર

   visit http://www.pravinash.wordpress.com

   Like

 6. વાહ દેવિકા, ‘simply fantastic’-you have made my year(received on new year day!).દરેક કવિતામાં વધતી જતી તારી આધ્યાત્મિક અભિવ્યક્તિ અને કવિતાની રચના સુંદરમાંથી અતિસુંદર તરફ પ્રગતિ કરે છે તે માણવાની ખુબ મઝા આવે છે.
  નયના.

  Like

 7. સ્વદેશમાં, પરદેશમાં, આકાશમાં, પાતાળમાં,

  મંદિર ને મસ્જિદમાં, પાયે પડી પૂજવા તને દેવિકાબેન બસ આનાથી વધારે શોધ..કઈ હઓય????ખૂબ સરસ આખી ગઝલ…અભિનંદન અને નવા વર્ષની શુભ્કામના બહેન…

  Like

 8. વાહ, ખુબ સરસ
  એને શોધવા બધા પ્રયત્નો કરે છે પણ સફળ થતા નથી. ભાવોની આર્તતા ગમી .તમારી શોધ સફળ થાઓ એવી શુભેચ્છા .

  Like

 9. સરસ દેવિકાબેન
  પ્રાપ્તસ્ય પ્રાપ્તિ માટેના વ્યર્થ પ્રયત્નો,બાહ્ય દૃષ્ટિ અંતરમુખ થાય એજ પુરતુ નથી!?.

  Like

 10. સાચા ભક્તની ભક્તિમા એટલી શ્રધ્ધા ને શક્તિ હોય છે કે એપ્રભુ મળશે કે નહિ એવી કોઈ શંકા મા રહેતો જ નથી.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s