જ્યોતિર્ગમય…

ફરી એક વાર રજૂઆત..

 નવરાત્રી અને દિવાળી હવે યંત્રવત વાર્ષિક ઘરેડ બની ગઇ છે, સંવેદના-શૂન્ય બની ગઇ છે. એનો અસલ રંગ અને ઉમંગ “શેરીના ગરબા”ની જેમ અદ્રશ્ય થઇ ગયો છે, ત્યારે આ પર્વની ઉજવણીને એક નવો, સાચો ઓપ આપવાનો વિચાર  જાગ્યો…
  જે સસ્નેહ  પ્રસ્તૂત….

*********************        ********************      

 સત્ય અને સ્મિતનું વર્તુળ એટલે ગરબા,

અમી અને આદરના દાંડિયાથી થાય તે રાસ.

સુવિચારોની આચરણ-પૂજા એટલે ધનતેરશની પૂજા,

મનમંદિરની સફાઇ એટલે કાળીચૌદશ,

દિલના દીવડાની હારમાળા એટલે દિવાળી.

આશાઓનો અભિગમ એટલે નૂતન વર્ષ,

સંબંધોમા સાતત્ય તે જ ભાઇબીજ,

અંતરના અજવાળા એટલે આરતી,

ભીતરનો ભાવ તે જ પૂજાપો,

પ્રેમથી પરમનો આભાર તે જ પ્રાર્થના.

ચાલો,  ઉરના આંગણે,

સમજણના સાથિયા પૂરીએ.

એકાન્તની કુન્જમાં, શાંત,

પ્રસન્ન સાન્નિધ્ય માણીએ,

નિર્મલ આનંદનો ઓચ્છવ ઉજવીએ.

21 thoughts on “જ્યોતિર્ગમય…

  1. દિલના દીવડાની હારમાળા એટલે દિવાળી.

    આશાઓનો અભિગમ એટલે નૂતન વર્ષ.

    દેવીકા જી,
    એક અલગ અંદાજ થી દિવાળી ની ઉજવણી !!
    જો આવી જ રિતે દિવાળી ઉજવાય તો જીવન આનંદમય અને પ્રફૂલ્લિત બની જાય
    પ્રેમથી પરમનો આભાર તે જ પ્રાર્થના !!
    ખુબ સુંદર .

    Like

  2. ખુબ સરસ વિચારો છે. ઉંમર વધતાં એક જ બાબતના વિચારો અંગે જે ખયાલ બદલાય છેતે આપના આ વિચારોમાં વ્યક્ત થાય છે.બાકી..અમારે માટે તો નવરાત્રિ અને દાંડીયા એટલે જુવાનીનો ઉત્સવ..હેલે ચઢેલા યૌવનનો થિરકાટ જોઇને આંખોને ઠંડક આપવાની ૠતુ..અને ક્યારેક મારા જેટલી ઉંમરે દાંડીયા ન રમી શકવાની અસહાયતા કે અસમર્થતાને કારણે દિલની આગમાંથી નીકળતા ધુમાડામાં શેકાવાનો ઉત્સવ…

    આપને જે મહાન વિચારો આવ્યા છે અને તેને કાવ્યમાં વાચા આપી શક્યા છો તે આપના ઉચ્ચ વિચારોની અભિવ્યક્તિ જ છે. અભિનંદન. દેવિકાબેન !

    નવીન બેન્કર
    ૮ ઓક્ટોબર ૨૦૧૧

    Like

  3. વાહ, દેવિકા. રસહિન થતાં જતાં પર્વોને આધ્યાત્મિક અભિવ્યક્તિ દ્વારા ભાવભીના કર્યા-ખુબ સુંદર રચના માટે અભિનંદન. દરેક પંક્તિ અજોડ છે.

    Like

  4. દિલના દીવડાની હારમાળા એટલે દિવાળી.
    આશાઓનો અભિગમ એટલે નૂતન વર્ષ.

    નૂતન વર્ષને આવકારતી આ દિલના દીવડાઓની હારમાળાની સૌના જીવનને પરમ જ્યોત બક્ષે.

    Like

Leave a comment