હોય છે…


જેવી મળી આ જીંદગી, જીવી જવાની હોય છે,
સારી કે નરસી જે મળી, શણગારવાની હોય છે. 

આવે કદી હોંશે અહીં,ઇચ્છા ઘણી સપના લઇ,
માનો કે ના માનો બધી, તરસાવવાની હોય છે. 

ના દોષ દો,ઇન્સાન કે ભગવાન યા કિસ્મત તમે,
પળ પળ અહીં દુલ્હન સમી, સત્કારવાની હોય છે. 

જુઓ તમે આ આભને કેવી ચૂમે છે વાદળી,
કોને ખબર ક્ષણ માત્રમાં, તરછોડવાની હોય છે. 

બાંધી મૂઠી છે લાખની,ખોલી રહો તો રાખની,
શાંતિભરી રેખા નવી, સરજાવવાની હોય છે. 

પામી ગયા, એ પથ્થરો પૂજાય છે દેવાલયે,
બાકી રહેલી વાત શું સમજાવવાની હોય છે ? 

હાથો મહીં જે આવતુ, ખોબો કરીને રાખજે,
ખુશી મળે “દેવી” બધે, એ વ્હેંચવાની હોય છે.

****************       ******************

( છંદવિધાન ઃ રજઝ-૨૮–ગાગાલગા*૪ )

 

Advertisements

22 thoughts on “હોય છે…

 1. હાથો મહીં જે આવતુ, ખોબો કરીને રાખજે,
  ખુશી મળે “દેવી” બધે, એ વ્હેંચવાની હોય છે.

  બહુજ સરસ…

  વિનોદ.

  Like

 2. કલ્પનાઓ તમારિ ગમિ.
  “મત્લા” અને “મક્તા” દાદ માગિ જાય છે!

  “ચમન”

  Like

 3. શાંતિ ભરી રેખા નવુ સરજાવવાની હોય છે’
  બસ રેખા કદિ ભુંસાય નહી સાચવવાની હોય છે
  તમારા જેવી ગઝલ લખતા નથી આવડતુ
  મનમાં લીટી આવી તો લખી નાખી
  સરસ ગઝલ
  ઇન્દુ

  Like

 4. જેવી મળી આ જીંદગી, જીવી જવાની હોય છે,
  સારી કે ખોટી જે મળી, શણગારવાની હોય છે.

  That is the beauty of life.

  Like

 5. ના દોષ દો,ઇન્સાન કે ભગવાન યા કિસ્મત તમે,
  પળ પળ અહીં દુલ્હન સમી, સત્કારવાની હોય છે.

  વાહ ! આપની રચના ની સુંદરતા ને વ્યક્ત કરવાને શબ્દો ઓછા પડે છે ! મજા આવી ગઈ !!

  Like

 6. બહુ સરસ નિખાલસભાવે સરળ ભાષામાં અભિવ્યક્ત થયું છે..
  જેવી મળી આ જીંદગી, જીવી જવાની હોય છે,
  સારી કે ખોટી જે મળી, શણગારવાની હોય છે. .

  Like

 7. દીદી .. આપે જીવનની વાસ્તવિક્તાને સુંદર અભિવ્યક્તિ દ્વારા સમ્જાવી છે .. ખુબ ખુબ અભિનંદન …

  Like

 8. ખુબ જ ગમી. પનિહારીઓ..બેડા..પર્વતો..નદીઓ..ને..એવું બધું..પ્રક્રુતિવર્ણનો..કરતાં મને, જિન્દગીની આવી દાર્શનીક વિચારસરણી દર્શાવતી કવિતાઓ, ગઝલો વધુ ગમે છે.
  બસ…આવું જ આપ લખતા રહો એવું હું ઇચ્છું.

  નવીન બેન્કર

  Like

 9. જિન્દગીની આવી દાર્શનીક વિચારસરણી દર્શાવતી કવિતાઓ, ગઝલો વધુ ગમે છે. બસ…આવું જ આપ લખતા રહો એવું હું ઇચ્છું.
  Navinbhai commented right way

  Like

 10. it is the way it is! Just Live and make the best of it!

  reminded me of the evergreen song
  Devanand singing in movie “Hum Dono”

  Main Zindagi Ka Saath Nibhata Chala Gaya
  Har Fikr Ko Dhuen Mein Udata Chala Gaya

  Barbadiyon Ka Shok Manana Fizul Tha
  Barbadiyon Ka Jashan Manata Chala Gaya
  Har Fikr Ko Dhuen Mein Udata…

  Jo Mil Gaya Usi Ko Muqaddar Samajh Liya
  Jo Kho Gaya Maein Usko Bhulata Chala Gaya
  Har Fikr Ko Dhuen Mein Udata…

  Last lines are my favorite…

  Gam Aur Khushi Mein Farq Na Mehsoos Ho Jahan
  Main Dil Ko Oos Muqaam Pe Laata Chala Gaya
  Har Fikr Ko Dhuen Mein Udata…

  Bahot Khub! Keep it up.

  Like

 11. આમ તો મને છંદ – અલંકારમાં સમજ નથી પડતી પણ ક્યારેક શબ્દો વેરાઈ જતા હોય છે. અહીં આજે મેં જે શબ્દોનો શણગાર જોયો એ ખરેખર અદભુત છે.

  ખુબજ સાચવીને ગોઠવાયેલા શબ્દો સાથે વીંટળાયેલી લાગણીઓને અનુભવી.

  આભાર….

  Like

 12. પામી ગયા, એ પથ્થરો પૂજાય છે દેવાલયે,
  સુંદર ગઝલ …
  પ્રથમ અને બીજા શેરના સાની મિસરાની શરૂઆતમાં (સારી કે નરસી … તથા માનો કે ના માનો) ગાગાલગા ચુસ્તતાથી જળવાયા નથી. થોડાક સુધારાથી હજુ નિખાર આવી શકે.

  Like

 13. જેવી મળી આ જીંદગી, જીવી જવાની હોય છે,
  સારી કે નરસી જે મળી, શણગારવાની હોય છે.

  Nice one,

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s