અમે વાદળ-દળ પર વિહર્યા…

 
છેલ્લાં ચાર દાયકાથી પ્લેઇનની મુસાફરી કરી છે.પરંતુ સાથે બેસીને, બારીની બહારનું અ‌દ્‍ભૂત સૌન્દર્ય  જોતી  નાનકડી પૌત્રીએ જ્યારે પૂછ્યું કે
“have you written poem about this scene ?” ત્યારે એને “ના” નો જવાબ આપવાનું કેમ ગમે ? અને એનો પ્રશ્ન પ્રેરણા બની ગયો. ખાસ એના માટે,એના જવાબ રૂપે, એક હવાની લ્હેરખી જેવી હલકી ફૂલકી રચના “અમે વાદળ-દળ પર વિહર્યા”…
 
 ***************          ********************      
 

પવન પંખ લઇ નભસરવર મહીં વાદળ દળ પર વિહર્યાં,

સ્વરગ-નરકની મધ્યે જાણે પતંગિયા થઇ ફરક્યાં.

          અમે વાદળ-દળ પર વિહર્યા

 

તારણહારની અકળસકળ આ અજબગજબની લીલા,

ભરચક ખેલ શી નીરખી નીરખી વિસ્મિત થઇને ઉડ્યા,

           અમે વાદળ-દળ પર વિહર્યા…

 

હસ્તવિંઝનથી હવામહીં  બસ ઘડીભર મસ્તી માણી,

બંધ નયનથી પંખી સરીખુ મનભર રંજન પામ્યાં,

          અમે વાદળ-દળ પર વિહર્યા

 

કલ કલ કરતા ઝરણાં જોતાં ફરફર હવામાં હાલ્યા,

ગુન ગુન કરતા ભમરા સઘળાં દેવદૂત-શા ભાળ્યા,

          અમે વાદળ-દળ પર વિહર્યા…

 

આરા કે ઓવારા નહિ, જટિલ કઠિન બધી રાહો,

શ્વાસ સમા વિશ્વાસને ઝાલી, જાણે ભવની વાટે ઉડ્યાં,

         અમે વાદળ-દળ પર વિહર્યા.. 
         અમે વાદળ-દળ પર વિહર્યા…


Advertisements

18 thoughts on “અમે વાદળ-દળ પર વિહર્યા…

 1. આરા કે ઓવારા નહિ, જટિલ કઠિન બધી રાહો,

  શ્વાસ સમા વિશ્વાસને ઝાલી, જાણે ભવની વાટે ઉડ્યાં,

  અમે વાદળ-દળ પર વિહર્યા..

  બહુજ સરસ,

  આભર,

  વિનોદ.

  Like

 2. શ્રીમતી દેવીકાબેન,
  જય જલારામ.
  આપે તો વાદળને કલમ દ્વારા આંખોમાં વસાવી દીધા.ધન્યવાદ.
  કુદરતને કલમથી ચાહકોમાં પ્રસરાવી સાહિત્ય પ્રેમીઓનો અંતરનોપ્રેમ મેળવી
  લીધો. તે બદલ અભિનંદન.
  વિશેષ આપ શ્રી વલીભાઇ મુસાની મારે ત્યાંની પધરામણીમાં પધાર્યા તે માટે સૌ સાહિત્ય પ્રેમીઓ તરફથી આભાર.

  લી. આપના સાહિત્યીક ભાઇ
  પ્રદીપ બ્રહ્મભટ્ટ્ના જય જલારામ અને ધન્યવાદ.

  Like

 3. email quote from Nitin vyas::

  શ્રી દેવિકાબેન,

  તમારી સુંદર કાવ્ય રચના વાચવાની સાથે ટીકીટ વિનાની હવાઈ સફર માંણી.
  નાનપણમાં શાળા માં બનેલું કવિ શ્રી સુન્દરમ નું કાવ્ય ખુબ યાદ આવ્યું.
  હાં રે અમે ગ્યાં’તાં
  હો રંગના ઓવારેકે
  તેજ ના ફુવારે,
  અનંતના આરે, કે રંગ રંગ વાદળિયાં

  હાં રે અમે ઊડયાંહો
  મોરલાના ગાણે,
  કે વાયરાના વહાણે,
  આશાના સુકાને,
  કે રંગ રંગ વાદળિયાં

  તમારી કાવ્ય રચના આવોજ સરસ રંગ જમાવે છે.
  અભિનંદન

  લિ.

  નીતિન વ્યાસ

  Like

 4. ખૂબ સુંદર રચના. નીલ ગગનમાં ઉડતાં ઉડતાં સુદર દૃશ્યો ભાળ્યાં
  સૃષ્ટિ સંગે ઐક્ય સાધીને અવનવા દૃશ્યો માણ્યા.

  Like

 5. Devika
  Last two line says lot. Life is worth living on trust . Enjoy reading it. Wish your grand daughter keep asking you so that we can get something nice to read and digest.
  Kamlesh

  Like

 6. સુંદર રચના.. અને ભાવવાહી.
  -મનોજ મહેતા

  Like

 7. દેવિકબેન,

  ગગનમાં પ્રવાસ કરતા કરતા પ્રક્રુત્તિનું સુંદર કલ્પનામય વર્ણન. સરસ કાવ્ય !
  મુકુંદ

  Like

 8. તારણહારની અકળસકળ આ અજબગજબની લીલા,

  ભરચક ખેલ શી નીરખી નીરખી વિસ્મિત થઇને ઉડ્યા,

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s