ન કોઇ અહીં.

સરી જાય છે દિન આ બધા, પકડી શકે ન કોઇ અહીં.
વહી જાય છે લઇ બાળપણ, બદલી શકે ન કોઇ અહીં.

નિયતિ ફરે ધરતી પરે, સહુ દોડતા ઝીલવા થકી,
અણમોલ ભેટ છે જીંદગી, સમજી શકે ન કોઇ અહીં.

અરમાન સૌ ભરી મન મહીં ઉજવે મળી ભર-યૌવને,
ઘડપણ પછીની વિદાયને, સમજી શકે ન કોઇ અહીં.

જળમાં ચરે જલચર મૂંગા,તરતા મળે ફરતા જીવો,
નહિ જીવતા વિણ પાણી સૌ, જીરવી શકે ન કોઇ અહીં.

પથરા નડે, તડકા પડે, રમતી રહે પુરપાટ આ,
સરિતા સદા હસતી વહે, જકડી શકે ન કોઇ અહીં.

જો મળે નજર મુજથી અગર, સમજી જજે પ્રભુ આરઝુ,
કે જુબાન જે ન કહી શકે, પરખી શકે ન કોઇ અહીં.

 

Advertisements

14 thoughts on “ન કોઇ અહીં.

 1. નિયતિ ફરે ધરતી પરે, સહુ દોડતા ઝીલવા થકી,
  અણમોલ ભેટ છે જીંદગી, સમજી શકે ન કોઇ અહીં.
  જીવનના ઉંડાણોની સુઝથી ભરપૂર ગઝલ,ગમી.

  Like

 2. સરસ ગઝલ થઈ છે…દેવિકાબેન !
  કામિલ પર હાથ અજમાવ્યો એ ગમ્યું,પ્રમાણમાં ઓછી રચનાઓ મળે છે બીજા છંદોની સરખામણીએ જોઇએ તો.
  ભાવ સાતત્ય પણ ગમ્યું.
  -અભિનંદન.

  Like

 3. ગઝલમાં છંદ પ્રયોજવા બદલ ખૂબ ખૂબ અભિનંદન! કામિલ માટે આમેય ઘણી હિંમત જોઈએ. એના માટે પણ અભિનંદન. જો કે કામિલ સમજવામાં ઘણા બધા પૂર્વસૂરિઓએ પણ થાપ ખાધી છે. કામિલનું સૌથી મોટું ભયસ્થાન લલગાલગામાંથી ગાગાલગા થઈ જવાનું રહે છે જે આપની ગઝલમાં એકાધિકવાર થયું છે…

  પકડી
  બદલી
  અણમોલ
  સમજી
  અરમાન
  ઘડપણ
  સમજી
  જળ
  જલચર
  તરતા
  ફરતા
  પથરા
  તડકા
  રમતી
  હસતી
  જકડી
  સમજી
  પરખી

  – આ તમામ શબ્દોમાં શરૂઆતના બે લઘુ ભેગા થઈ એક ગુરુ બનાવે છે. એમને બે સ્વતંત્ર લઘુ તરીકે ન જ લઈ શકાય…

  Like

 4. વિવેકભાઇ, તમારો પ્રતિભાવ અને માર્ગદર્શન મળ્યા તે માટે આપનો ખુબ જ આભાર. શીખતા શીખતા કામિલ છંદ ખુબ ગમી ગયો અને અજમાવ્યો.તમે જણાવેલા બે લઘુના ભયસ્થાનો સાચે જ અઘરા છે એ હકીકત જેમ જેમ ઊંડા ઉતરતા જવાય છે તેમ તેમ અનુભવાય છે.કદાચ એટલે જ આ છંદમાં ઓછી ગઝલો લખાય છે. એ પ્રમાણે જોતા ગની દહીંવાલાની જાણીતી “દિવસો જૂદાઇના જાય છે” માં પણ ક્યાંક આ દોષ ખરો ? બરાબર ને ?
  ફરીથી ખુબ ખુબ આભાર. આ રીતે મળતા રહેશો તો આનંદ થશે.

  Like

 5. દેવિકાબેન,

  ‘ન કોઇ અહીં’ ગઝલ વાંચી. છંદ વિષે તો મને કોઇ જ્ઞાન નથી એટલે વિવેકભાઇ ટેલર કે ડો.મહેશભાઇ રાવલ જેવું ના લખી શકું. મને તો એમાંના ભાવ ગમે, વિચારો ગમે, કશુંક સ્પર્શી જાય એટલે ભયો ભયો. કોમેન્ટ્સમાં બધાંએ જે પંક્તિઓ લખી છે તે હું નહીં લખું. મને તો ગમી-
  પથરા નડે, તડકા પડે,રમતી રહે પુરપાટ આ,
  સરિતા સદા હસતી રહે, જકડી ના શકે કોઇ અહીં.
  ( ‘ સરિતાને પથરા યે પડ્યા ને તડકા યે નડ્યા છતાં યે GSS હસતી રહી, રમતી રહી અને તેને કોઇ જકડી ના શક્યું….એ ભાવ તો નથી ને ! ) શ્રી રામ..શ્રીરામ.. નવીન બેન્કર
  ૭૧૩-૭૭૧-૦૦૫૦

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s