ઉસાલ

તાજેતરમાં મારી ભારતની મુલાકાત દરમ્યાન  અમદાવાદના જાણીતા કવિ અને ગઝલકાર શ્રી યોસેફ મેકવાન સાથે ફોન પર મળવાનુ થયુ. તેમણે ગઝલપ્રકારમાંથી એક નવો પ્રયોગ કર્યાની વાત કરી. યોસેફ મેકવાનના શબ્દોમાં  ” USAL is a new form  which is  formed  from GAZAL.By this new form poet can reveal  his  feelings powerfully.
અહીં મત્લા ન હોય.ગઝલમાં જેને ઉલા અને સાની પંક્તિઓ તરીકે પીછાનીએ છીએ તે પંક્તિઓનું અહીં સાયુજ્ય સાધવાનુ હોય છે.તે દ્વારા અર્થ કે ધ્વનિ યા વ્યંજના પ્રગટ કરવાના હોય-ચમત્કૃતિથી. આરંભની પ્રથમ,ત્રીજી,પાંચમી,સાતમી એમ આગળની ઉલા પંક્તિઓ આવે તેના કાફિયા-રદીફ જાળવવાના.એ જ રીતે બીજી, ચોથી,છઠ્ઠી,આઠમી એમ આગળની સાની પંક્તિઓના અલગ કાફિયા રદીફ જાળવવાના.આ એક નવ્ય પ્રયોગ છે જેની નિપજ ગઝલમાંથી કરી હોઇ તેને “ઉસાલ” નામ આપ્યુ છે.દિલીપ મોદી,દત્તાત્રય ભટ્ટ, ફિલિપ ક્લાર્ક વગેરે હાથ અજમાવી સુંદર રચનાઓ કરે છે. “
મિત્રો, મારો પણ આ એક પ્રયાસ ઃઉસાલમાં ઃ
**************          **************           ***************           ***************
 
વરસાદના ફોરાં સમી ઝરતી સમય-ધારા બધી,
પલ પલ પડી યુગો તણાં પર્વત‍ પરે ખડકાય છે.
 
વિશ્વાસની મોટી અહીં સંસારની વાર્તા બધી,
સંબંધના ગીલેટની આ સાંકળો વરતાય છે.
 
સાચી કહો જૂઠી કહો લોભાવતી માળા બધી,
મારી તમારી આરતો મૃગજળ સમી સમજાય છે.
 
સૌએ વગાડે પોતીકા વાજિંત્ર અને ગાથા બધી,
વાહ્‍ વાહ્‍ કહીને ભીતરે જલતા અહીં પરખાય છે.
 
છોને થતાં દીવા અને મંદિરમાં પૂજા બધી,
ભીતર હશે જો પ્રેમ તો, ઇશ્વર સદા હરખાય છે.
**********   **************   **********
Advertisements

12 thoughts on “ઉસાલ

 1. અરે વાહ! ક્યારે ઇન્ડીયા જઈ આવ્યા?
  સરસ જ જ રહ્યુ હશે.
  નવો પ્રયાસ ઘણો જ ગમ્યો.

  Like

 2. છોને થતાં દીવા અને મંદિરમાં પૂજા બધી,
  ભીતર હશે જો પ્રેમ તો, ઇશ્વર સદા હરખાય છે.
  wah true.

  Like

 3. Congratulations on the new path.
  I liked these two very much

  સૌએ વગાડે પોતીકા વાજિંત્ર અને ગાથા બધી,
  વાહ્‍ વાહ્‍ કહીને ભીતરે જલતા અહીં પરખાય છે.

  છોને થતાં દીવા અને મંદિરમાં પૂજા બધી,
  ભીતર હશે જો પ્રેમ તો, ઇશ્વર સદા હરખાય છે.

  Chiman Patel “CHAMAN”

  Like

 4. વરસાદના ફોરાં સમી ઝરતી સમય-ધારા બધી,
  પલ પલ પડી યુગો તણાં પર્વત‍ પરે ખડકાય છે.
  સરસ વાત છે આપણા ભૂસ્તરો જેવી…

  Like

 5. Very nice! Got to learn and know about the new form of poetry, new structure of Ghazal.

  Like the last sher a lot.
  છોને થતાં દીવા અને મંદિરમાં પૂજા બધી,
  ભીતર હશે જો પ્રેમ તો, ઇશ્વર સદા હરખાય છે.

  Like

 6. દેવિકાબેન,
  ઘણી સુંદર રચના. બસ, આમ જ રચતા રહો. અને લોકોને રાચતા કરો. મઝાઆવી ગઈ.
  ‘મનુજ’ હ્યુસ્તોનવી/મનોજ મહેતા

  Like

 7. નવીન પ્રયોગ … પણ ઝટ ગળે ઉતરે તેમ ન લાગ્યો. કદાચ વધુ રચનાઓ વાંચતા એ બદલાય પણ ખરું .. સાથે પઠન હોય તો હજુ વધારે ન્યાય કરી શકીએ.
  બીજું, તમે જણાવ્યું એમ પહેલી, ત્રીજી, પાંચમી .. એમ કાફિયા-રદીફ જાળવવાના .. પરંતુ અહીં ત્રીજી પંક્તિમાં વાર્તા એ ધારા, માળા, ગાથા સાથે બેસાડતાં કઠ્યું …
  એકંદરે નવીન પ્રયોગ તરીકે સ્વાગત. અને તમને એ માટે અભિનંદન.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s