મુક્તકોઃ

 • બાંધી મુઠી તો લાખની,
  ખુલ્યાં પછી છે રાખની,
  પૂછો નહી ક્યાં ક્યાં બધી,
  જ્વાળા ફરી છે આગની.
 • સંધ્યા પછીની રાતની,
  અંધાર ઘેરી યાદની,
  ભીંતે ચઢી, છત પર મઢી,
  વાતો મીંચેલી આંખની.

 • ફફડાવી ઉડતી પાંખની,
  પીડા શમે છે જાતની,
  પૂછો નહી,ક્યાંથી મળી,
  તાકાત આ અંદાજની.
    

 • ક્ષણ ક્ષણ મહીં છે આપની,
  કૃપા કહું અહોભાવથી,
  ખુદા પ્રભુ કે હો ઈસુ,
  ખુલે બધી નામાવલિ..

 • રસ્તે ઉતાર ચડાવ છે,
  લાગે હવે મુકામ છે,
  જાણો પછી ઉદાસ થઇ,
  આ તો જરા પડાવ છે.

Advertisements

12 thoughts on “મુક્તકોઃ

 1. દેવિકા,

  સરસ લખ્યું છે.

  “ક્ષણ ક્ષણ મહીં છે આપની,
  કૃપા કહું અહોભાવથી,
  ખુદા પ્રભુ કે હો ઈસુ,
  ખુલે બધી નામાવલિ”.

  આભાર,

  વિનોદ.

  Like

 2. બાંધી મુઠી તો લાખની,
  ખુલ્યાં પછી છે રાખની,

  “બાંધી મુઠી લાખની”
  તો લાખ વાર સાંભળ્યુ પણ સાથે
  “ખુલ્યા પછી રાખની”નો પ્રાસ તો દેવિકાબહેન જ મુકી શકે.

  Like

 3. સંધ્યા પછીની રાતની,
  અંધાર ઘેરી યાદની,
  ભીંતે ચઢી, છત પર મઢી,
  વાતો મીંચેલી આંખની.
  khub saras.Very touchy.

  Like

 4. ક્ષણ ક્ષણ મહીં છે આપની,
  કૃપા કહું અહોભાવથી,
  ખુદા પ્રભુ કે હો ઈસુ,
  ખુલે બધી નામાવલિ..
  Sunder Muktako Devikaji..

  Like

 5. ફફડાવી ઉડતી પાંખની,
  પીડા શમે છે જાતની,
  પૂછો નહી,ક્યાંથી મળી,
  તાકાત આ અંદાજની………. વાહ વાહ બહેનજી બહોત ખુબ …સરસ મુકતકો છે….

  Like

 6. “રસ્તે ઉતાર ચડાવ છે,
  લાગે હવે મુકામ છે,
  જાણો પછી ઉદાસ થઇ,
  આ તો જરા પડાવ છે.”
  life goes like that. It gives you more courage to face the truth.

  very nice “Muktak”
  Shaila

  Like

 7. દેવિકાબેન,
  બાંધી મુઠી તો લાખની,
  ખુલ્યાં પછી છે રાખની,
  .. સુંદર. પ્રથમ અને અંતિમ મુક્તક ગમ્યાં.

  Like

 8. o ક્ષણ ક્ષણ મહીં છે આપની,
  કૃપા કહું અહોભાવથી,
  ખુદા પ્રભુ કે હો ઈસુ,
  ખુલે બધી નામાવલિ..

  સુંદર મુક્તકો.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s