આ શહેરની…

ડોલાવતી ઝુલાવતી લીલોતરી આ શહેરની,
સંધ્યાસમે ઉતારતી ગર્મી બધી આ શહેરની.

લીલા લીલા વૃક્ષો ઉંચા  યાદો ભરે દૂર દેશની,
સ્પર્શે પવન આ તનબદન લૈ લહેરખી આ શહેરની.

અંગો તણી ધમની સમી આ રક્તવર્ણી ડાળ તો,
જુઓ કશે બીજે ન દીસે  શોભતી આ શહેરની.

આકાશબાગે જલપુલે સ્‍હેલાવતી દર્શાવતી,
અદ્‍ભૂત સિંગાપુરની અજાયબી આ શહેરની.

કુમળી કળી જેવી અહીં ખીલી રહી પૌત્રી દ્વયી,
બ્‍હેલાવતી આશા ઘણી ફૂલો તણી આ શહેરની.

જુની નવી ઘુમાવતી સૌ ગોલ્ફની ક્લબો બધી,
ટીકાવતી બાણાવળી અર્જુન સમી આ શહેરની.

અણમોલ કેવી ભેટ આ અર્પી અહો જાદુગરે,
જ્યાં જ્યાં ઠરે આંખો ભરે, લીલોતરી આ શહેરની..
 

( છંદવિધાન – ગાગાલગા*૨૮ – રજસઃ )

 

14 thoughts on “આ શહેરની…

  1. ડોલાવતી ઝુલાવતી લીલોતરી આ શહેરની,
    સંધ્યાસમે ઉતારતી ગર્મી બધી આ શહેરની.
    કોઇ પણ શહેરનું આ સરળ ભાષામાં સુંદર વર્ણન છે.પહેલી પણ્ક્તિમાં ગતિ અને બીજી પંક્તિમાં શહેરી સૌમ્યતા.ગમ્યું.

    Like

  2. It is in our eyes not in this world!
    Singapore has almost ZERO crime rate
    did you see that did you see the
    cleanliness…
    જુની નવી ઘુમાવતી સૌ ગોલ્ફની ક્લબો બધી,
    ટીકાવતી બાણાવળી અર્જુન સમી આ શહેરની
    I could not understand….????!!!!
    becoz GOLF clubs are in many cities
    & countries even more beautiful than
    Singapore.
    Probably I am not that poetic!

    Like

Leave a comment