આ શહેરની…

ડોલાવતી ઝુલાવતી લીલોતરી આ શહેરની,
સંધ્યાસમે ઉતારતી ગર્મી બધી આ શહેરની.

લીલા લીલા વૃક્ષો ઉંચા  યાદો ભરે દૂર દેશની,
સ્પર્શે પવન આ તનબદન લૈ લહેરખી આ શહેરની.

અંગો તણી ધમની સમી આ રક્તવર્ણી ડાળ તો,
જુઓ કશે બીજે ન દીસે  શોભતી આ શહેરની.

આકાશબાગે જલપુલે સ્‍હેલાવતી દર્શાવતી,
અદ્‍ભૂત સિંગાપુરની અજાયબી આ શહેરની.

કુમળી કળી જેવી અહીં ખીલી રહી પૌત્રી દ્વયી,
બ્‍હેલાવતી આશા ઘણી ફૂલો તણી આ શહેરની.

જુની નવી ઘુમાવતી સૌ ગોલ્ફની ક્લબો બધી,
ટીકાવતી બાણાવળી અર્જુન સમી આ શહેરની.

અણમોલ કેવી ભેટ આ અર્પી અહો જાદુગરે,
જ્યાં જ્યાં ઠરે આંખો ભરે, લીલોતરી આ શહેરની..
 

( છંદવિધાન – ગાગાલગા*૨૮ – રજસઃ )

 

Advertisements

14 thoughts on “આ શહેરની…

 1. સિગાપુરનું બહુજ સરસ ચિતાર આપ્યો છે,

  જોકે મને હજુ જોવાનો મોકો મળ્યો નથી.

  આભાર,

  વિનોદ.

  Like

 2. ડોલાવતી ઝુલાવતી લીલોતરી આ શહેરની,
  સંધ્યાસમે ઉતારતી ગર્મી બધી આ શહેરની.
  કોઇ પણ શહેરનું આ સરળ ભાષામાં સુંદર વર્ણન છે.પહેલી પણ્ક્તિમાં ગતિ અને બીજી પંક્તિમાં શહેરી સૌમ્યતા.ગમ્યું.

  Like

 3. દેવિકાબેન સિંગાપુર છો? ખૂબ સરસ શહેર છે….મુસ્તુફા મોલ જજો!!સરસ ગઝલ મારી સિંગાપુરની ટ્રીપ યાદ આવી ગઈ!
  સપના

  Like

 4. It is in our eyes not in this world!
  Singapore has almost ZERO crime rate
  did you see that did you see the
  cleanliness…
  જુની નવી ઘુમાવતી સૌ ગોલ્ફની ક્લબો બધી,
  ટીકાવતી બાણાવળી અર્જુન સમી આ શહેરની
  I could not understand….????!!!!
  becoz GOLF clubs are in many cities
  & countries even more beautiful than
  Singapore.
  Probably I am not that poetic!

  Like

 5. કુમળી કળી જેવી અહીં ખીલી રહી પૌત્રી દ્વયી,
  બ્‍હેલાવતી આશા ઘણી ફૂલો તણી આ શહેરની.

  Nice way to depict the purpose of your visit. Singapore is a city in Gardens .. good reflection.

  Like

 6. આકાશબાગે જલપુલે સ્‍હેલાવતી દર્શાવતી,
  અદ્‍ભૂત સિંગાપુરની અજાયબી આ શહેરની.

  wah very nice.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s