કયામત છે…

છંદવિધાન -હજઝ ૨૮
( લગાગાગા-૪ આવર્તનો )

ગણી’તી તાજની ખુબી, મીનાકારી કરામત છે.
હકીકત તો હતી કે બે, કલેજાની શહાદત છે.

રહી નિષ્ક્રિય કિનારે, પથ્થરો  ફેંકવા સ્‍હેલા,
અગર ભિતર પડો જાણો, શૂરાની શી ઇબાદત છે.

જવા દો વાત ચેહરા ને, મહોરાની બધી જૂઠી,
અહીં ના કોઇ અસલી છે, બધી મેક્કપ મરામત છે.

ખરાને પાડવા ખોટા, જગતની રીત જૂની છે;
નિજાનંદે સદા રે’નારના ભવભવ સલામત છે.

પૂજા-પાઠો કીધા પણ પંડિતો લાગે નહી સુખી,
બધા બખ્તર લીધાં સૌએ, છતાં કોની હિફાજત છે ?

પરાજય પામનારાને,  પૂછાશે કૈં સવાલો જ્યાં,
ઝુકાવી શિર ખાલી જાણજો આવી કયામત છે.

સૂફી સંતો કહી થાક્યા, બધા એ બંધનો કાપી,
અરે આ જીંદગી તો માત્ર મૃત્યુની અમાનત છે.

 

23 thoughts on “કયામત છે…

  1. દેવિકાબેન,

    તમારી આ છેલ્લી બે ગઝલો મને ખુબ ખુબ ગમી છે.મને અંગત રીતે આ ટાઇપના જ લખાણો ગમે છે.શબ્દોની રમત હોય કે કુદરતી વર્ણનો હોય કે એવું બધું મને સ્પર્શતું નથી.પણ જેમાં હૈયાના ઉંડાણમાંથી કોઇ ઘા વાગ્યા પછી નીકળેલા ઉદગારો રુપે કોઇ સત્ય ફુટી નીકળ્યું હોય એવું જ ગમે છે.તમારી ઘણી કવીતાઓ મેં વાંચીને .” ઠીક છે.સારી લખી છે.વાંચી લીધી.” ભુંસી નાખો હવે..
    પણ આ પ્રકારના લખાણો હું નાનો હતો ત્યારે જમિયત પંડ્યા (જિગર),બેફામ સાહેબ વગેરેના વાંચતો અને ડાયરીઓમાં નોંધી લેતો અને લોકોને સંભળાવતો.ક્યારેક મારી રીતે એમાં થોડા સુધારા વધારા કરી દઈને એ જમાનાના દોસ્તો (!!!)આગળ શેખિઓ મારતો અને એમને એવું માનવા પ્રેરતો કે આ તો મેં જ લખી છે.
    સુંદર..અતિસુંદર…આવું જ લખતા રહો..આ લખાણમાં સ્પષ્ટપણે તમારા તાજેતરના અનુભવની છાપ દેખાઇ આવે છે.
    નવીન બેન્કર
    ૨૦ એપ્રિલ ૨૦૧૧-બુધવાર-બપોરના અગિયારનો સમય.

    Like

  2. ગૂઢાર્થભરી મનભાવન ગઝલ.આ વધારે ગમ્યું
    જવા દો વાત ચેહરા ને, મહોરાની બધી જૂઠી,
    અહીં ના કોઇ અસલી છે, બધી મેક્પ મરામત છે.

    Like

  3. પરાજય પામનારાને, પૂછાશે કૈં સવાલો જ્યાં,
    ઝુકાવી શિર ખાલી જાણજો આવી કયામત છે.

    સૂફી સંતો કહી થાક્યા, બધા એ બંધનો કાપી,
    અરે આ જીંદગી તો માત્ર મૃત્યુની અમાનત છે.
    vસરસ

    Like

  4. રહી નિષ્ક્રિય કિનારે, પથ્થરો તો ફેંકવા સ્‍હેલા,

    પૂજા-પાઠો કીધા પણ પંડિતો લાગે નહી સુખી,
    નમસ્કાર દેવીકાબેન ..ઘણા વખત પછી આપની કોઇ રચના મને વાંચવા મળી અને એ પણ મારા ફેવરીટ છંદ મા..લગાગાગા…ઉપર જે બે લીટી મે લખી છે તેમા પહેલી લીટી માંથી તો કાઢી નાખો તો ગેય મા સરસ જળવાય છે…અને બીજી લીટી ને હુ આ રીતે લખુ …પૂજાપાઠો ઘણા કીધા ન લાગે પંડીતો સુખી… આ મારુ માત્ર મંતવ્ય છે..કેમકે હુ ગેયતા ને ધ્યાને રાખુ છુ એટ્લે ક્યાક ટૂટતુ હોય તેવુ લાગે છે… બાકી સરસ ગઝલ ….અભિનંદન

    Like

  5. ખુબ સરસ વિચારો ધરાવતી રચના. બધા જ શેર અર્થપૂર્ણ છે. મક્તાનો શેર બહુ જ અસરદાર.

    સૂફી સંતો કહી થાક્યા, બધા એ બંધનો કાપી,
    અરે આ જીંદગી તો માત્ર મૃત્યુની અમાનત છે.

    Like

  6. સરસ પરંપરાગત ગઝલ અને તેમાં આજના ભારતની કેફિયત રજુ કરતો આ શેર ગમ્યો.

    પરાજય પામનારાને, પૂછાશે કૈં સવાલો જ્યાં,
    ઝુકાવી શિર ખાલી જાણજો આવી કયામત છે.

    Like

Leave a comment