હોઇ ના શકે..

એવું તે કંઇ હોઇ ના શકે,
કોઇ ભીતરે જોઇ ના શકે.

મને વરસાદમાં ચાલવું ગમે કે,
કોઇ મારા આંસુઓને જોઇ ના શકે.

આભે ઊડતા આ પંખીઓને,
શું  કોઇ પીડા હોઇ ના શકે ? 

મૂંગી ઉભેલી આ ભીંતોને,
શું કોઇ વાણી  હોઇ ના શકે ? 

કેટલું ય મૂક્યું તેં મનુષના દેહમાં,
એક મન-માપક યંત્ર, દઇ ના શકે ?
 

એવું તે કંઇ હોઇ ના શકે,
પ્રભુ તું જ મન  જોઇ ના શકે..
 

13 thoughts on “હોઇ ના શકે..

  1. દેવિકા,

    કેટલુ ય મૂક્યુ તે મનુષના દેહમાં,

    એક મન-માપક યંત્ર, દઇ ના શકે?

    બહુજ સરસ,

    આભાર.

    વિનોદ.

    Like

  2. મને વરસાદમાં ચાલવું ગમે કે,
    કોઇ મારા આંસુઓને જોઇ ના શકે.
    હા મને પણ શાવરમા રડવું ગમે કે કોઇને કારણ ના આપવું પડે રડવાનું..ક્યો છંદ લીધૉ ચે દેવિકાબેન?
    સપના

    Like

  3. મને વરસાદમાં ચાલવું ગમે કે,
    કોઇ મારા આંસુઓને જોઇ ના શકે.

    gamyu.

    Like

  4. કેટલું ય મૂક્યું તેં મનુષના દેહમાં,
    એક મન-માપક યંત્ર, દઇ ના શકે ?

    એવું તે કંઇ હોઇ ના શકે,
    પ્રભુ તું જ મન જોઇ ના શકે..

    બસ આ મન જ સૌને પરેશાન કરે છે. એક સંત માહાત્માએ કહ્યું છે કે એક મન (મન-મણ) બરાબર ૪૦ શેર. (શેર-સિંહ), જો એક શેરને કાબુમાં રાખવો મનુષ્ય માટે અતિ કઠિન કે મુશ્કેલ હોય તો આ મન તો ચાલીશ શેરનું બનેલ છે. તે કઈ રીતે કાબુમાં રહે?

    સુંદર રચના !

    Like

  5. આ મન-માપક યંત્રની કલ્પના મને ખુબ ગમી.વાહ..વાહ.ક્યા બાત હૈ ! બહુ જ સરસ કાવ્ય લખાયું છે ,દેવિકાબેન !

    નવીન બેન્કર

    Like

  6. મૂંગી ઉભેલીન ભીંતોને
    શું કોઇ વાણી હોઇ ના શકે
    રાહુલભાઇ વગર,એકલતાનો આભાસ ?
    સરસ ગઅલ

    Like

  7. Pingback: હોઇ ના શકે.. (via ) « વિજયનુ ચિંતન જગત

  8. મને વરસાદમા ચાલવું ગમે કે

    કોઈ મારા આંસુ જોઇ ના શકે”

    સરસ ભાવ છે આ પંક્તિમા પણ મને તો એકાંતમા આંસુ સારવા ગમે કે કોઈ જોઇ ના શકે અને કોઈ પોછી ના શકે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s